ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાના વજીરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ટિકરી ગામમાં ભોજન બનાવતા સમયે અચાનક સિલેન્ડર ફાટતા 2 ઘર ધરાશાયી થયા હતા. આ ઘટનામાં બન્ને ઘરના 15 લોકો કાટમાળમાં દબાયા હતા. જેમાંથી 8ના મોત થયા છે. 7 લોકો ઘાયલ છે. જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અત્યાર સુધીમાં 2 મહિલા, 2 પુરુષ અને 4 બાળકોના મૃતદેહ બહાર કઢાયા છે. આ વિસ્ફોટમાં ઘાયલ 7 લોકોને એમ્બ્યુલન્સથી હોસ્પિટલમાં ખસેડાયા છે
આ બાદ 8 લોકોની લાશ બહાર કાઢવામાં આવી હતી. હાલ રેસ્ક્યૂ કામ ચાલુ છે. જોકે હજું સુધી વિસ્ફોટનું યોગ્ય કારણ જાણી શકાયુ નથી. પરંતુ વિસ્ફોટ જે સ્તર પર થયો તેનાથી કંઈ પણ અંદાજો લગાવવો મુશ્કેલ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.