ભારત અને ચીનના સંબંધો વિશે એકવાર ફરી ખટાશ આવી ગઈ છે કેમ કે સોમવારે બંને દેશો વચ્ચે લદ્દાખની ગલવાન ખીણમાં હિંસક ઝડપ થઈ. જેને લઈને ભારતમાં ચીન વિરૂદ્ધ જોરદાર રોષ છે. ભારત માટે ચીનનું જોખમ નવુ નહીં પરંતુ દાયકા જૂનુ છે. પૂર્વ રક્ષા મંત્રી જ્યોર્જ ફર્નાડિસ ચીનને ભારતનો દુશ્મન નંબર વન માનતા હતા અને મુલાયમ સિંહ યાદવે તો ચીનને પાકિસ્તાન કરતા પણ મોટો દુશ્મન કરાર કર્યો હતો. આ રીતે દેશના બંને પૂર્વ રક્ષામંત્રી ચીનને લઈને સમય-સમયે સાવચેત કરતા રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે બે દાયકા પહેલા 1998માં તત્કાલીન એનડીએ સરકારના રક્ષામંત્રી જ્યોર્જ ફર્નાડિસે સામરિક દ્રષ્ટિથી ચીનને ભારતનો દુશ્મન નંબર વન કરાર આપ્યો હતો. જ્યોર્જ ફર્નાડિસ રક્ષામંત્રી હતા ત્યારે તેમણે આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ, આપણા દેશવાસીઓ સત્યનો સામનો કરવાથી પાછા હટે છે અને ચીનના ઈરાદા પર કોઈ પ્રશ્ન ઉઠતો નથી. ચીન જે રીતે પાકિસ્તાનને મિસાઈલ અને આર્થિક મદદ કરી રહ્યા છે. મ્યાંનમારના સૈનિક શાસનને સૈનિક મદદ કરી રહ્યા છે અને ભારતને જમીન અને સમુદ્ર દ્વારા ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આનાથી તો એ જ લાગે છે કે ચીન અમારો સૌથી મોટો દુશ્મન નંબર વન છે.
જ્યોર્જ ફર્નાડિસનું આ નિવેદન તે સમયે કેટલાક લોકોને યોગ્ય લાગ્યુ નહોતુ. જ્યોર્જના કેટલાક સાથી મંત્રીઓ દ્વારા તેમના નિવેદનનો વિરોધ કરવામાં આવ્યો હતો. એટલુ જ નહીં વિપક્ષી દળ કોંગ્રેસ અને વામપંથી દળોને પણ જ્યોર્જનું આ નિવેદન અયોગ્ય લાગ્યુ હતુ. જોકે વર્તમાન પરિસ્થિતિમાં ચીનની આ ઘટના બાદ દેશમાં કેટલાક લોકો જ્યોર્જની જેમ ચીનને દુશ્મન નંબર વન માની રહ્યા છે. જેથી ચીનને સબક શીખવાડવા માટે કેટલાક સંગઠન ચીની સામાનનો બહિષ્કાર કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.