આ કારણે ભારતમાં ઓક્સફર્ડ વેક્સિનની ત્રીજા સ્ટેજની ટ્રાયલ પર લગાવાઈ રોક

ભારતમાં ઓક્સફર્ડની કોરોના વેક્સિનની ટ્રાયલ હાલમાં રોકી દેવામાં આવી છે.આ માટે સુરક્ષાનુ કારણ આપવામાં આવ્યુ છે.

ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની નવી સૂચના ના આવે ત્યાં સુધી આ ટ્રાયલ પર રોક લાગેલી રહેશે.ઓક્સફર્ડ વેક્સિનની શરુઆતની ટ્રાયલના પરિણામો ઉત્સાહનજક રહ્યા હતા.જોકે બ્રિટનમાં એક દર્દી બીમાર પડ્યા બાદ બ્રિટન અને અમેરિકામાં ટ્રાયલ રોકી દેવાઈ હતી.તે સમયે પૂનાની સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા દ્વારા કહેવાયુ હતુ કે, ભારતમાં વેક્સિનની ટ્રાયલ ચાલુ રહેશે.

જોકે ડ્રગ્સ કંટ્રોલ જનરલ ઓફ ઈન્ડિયાએ સીરમ ઈન્સ્ટિટ્યુટને નોટિસ આપીને સવાલ કર્યો છે કે, તમે બીજા દેશમાં ચાલી રહેલી ટ્રાયલના પરિણામો અંગે અમને જાણકારી કેમ આપી નથી.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં ઓક્સફર્ડ વેક્સિનની ટ્રાયલ 17 જગ્યાઓ પર ચાલી રહી છે.જોકે હવે નોટિસ મળ્યા બાદ સીરમ ઈન્સ્ટિટ્યુટે ટ્રાયલ રોકી દેવાનો નિર્ણય કર્યો છે.ટ્રાયલ એવા સમયે રોકાઈ છે જ્યારે આ વેક્સિને આશા જગાડી છે અને દુનિયામાં મોટા પાયે તેના ઉત્પાદન માટે કરારો થયા છે.

એવુ જાણવા મળ્યુ છે કે, બ્રિટનમાં આ ટ્રાયલ દરમિયાન દવાની અસરથી એક દર્દીમાં સ્પાઈનલ કોર્ડને પ્રભાવિત કરે તેવુ સિન્ડ્રોમ જોવા મળ્યુ હતુ.હવે ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શુ કરવામાં આવી છે.

ભારતમાં રસીના નિષ્ણાતોનુ કહેવુ છે કે, ટ્રાયલ દરમિયાન ક્યારેક દર્દીઓ બીમાર પડતા હોય છે અને કોઈનુ મોત પણ થતુ હોય છે.આ સંજોગોમાં ટ્રાયલને રોકવાની જરુર પડતી હોય છે.

ભારતમાં ટ્રાયલ જેટા એન્ડ સેફ્ટી મોનિટરિંગ બોર્ડ હવે સ્થિતિ પર નજર રાખશે અને તેની ભલામણના આધારે આગળનો નિર્ણય લેવામાં આવશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.