આ કારણે પીએમ મોદીથી નારાજ થયા ગાયક એસ.પી.બાલાસુબ્રમણ્યમ

ઓક્ટોબરમાં પીએમ મોદીએ બોલીવુડનાં કલાકારો સાથે એક મુલાકાત કરી હતી. ચેન્જ વીથ ઇન નામની ઇવેન્ટ અંતર્ગત તેમણે આ મુલાકાત કરી હતી. આ ઇવેન્ટને લઈને ગાયક એસ.પી. બાલાસુબ્રમણ્યમે પોતાની વ્યથા ફેસબુક પર ઠાલવી છે. કેટલાક કલાકારો સાથે યોગ્ય વ્યવહાર નહીં થયો હોવાની વાત જાણીતા ગાયક એસ પી બાલાસુબ્રમણ્યમે કહી છે. ગયા મહિને તેમણે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ બાલાસુબ્રમણ્યમે બોલીવુડ સ્ટાર્સ સાથે અલગ વ્યવહાર અને તેમની સાથે અલગ વ્યવહાર કરાયો હોવાની વાત ફેસબુક પર શેર કરી હતી.

એસ પી બાલાસુબ્રમણ્યમે ફેસબુક પોસ્ટમાં પીએમ મોદી સાથેની મુલાકાતને લઈ પોતાના વિચાર વ્યક્ત કર્યાં હતાં. તેમણે કહ્યું હતું કે રામોજી રાવજી હું તમારો આભારી છું, કારણ કે તમારા કારણે જ હું તે રિસેપ્શનનો હિસ્સો બની શક્યો, જેને પીએમ મોદીએ 29 ઓક્ટોબરના રોજ પોતાના ઘરે હોસ્ટ કર્યું હતું. તેમણે કહ્યું કે તે જગ્યાએ સુરક્ષાકર્મીઓએ અમારા સેલફોન લઈ લીધા હતાં અને અમને ટોકન આપવામાં આવ્યા હતાં પરંતુ કેટલાક સ્ટાર્સની પીએમ મોદી સાથેની સેલ્ફી જોઈને મને ઘણી જ નવાઈ લાગી. આ એવી વસ્તુઓ હતી, જેને જોઈને તમે કહો કે HMMM?????’

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.