આ કારણોસર રામ મંદિર પર ભુકંપ, ચક્રવાત સહિતની કુદરતી હોનારતોની નહીં થાય અસર

શ્રી રામ જન્મભૂમિનું નિર્માણ કાર્ય શરૂ થઇ ગયું છે. અને એન્જિનિયર હવે આ સ્થળની માટીનું પરિશ્રણ કરી રહ્યા છે, શ્રી રામ જન્મ ભૂમિ તીર્થક્ષેત્રએ ગુરૂવારે સવારે ટ્વીટ કરીને આ માહિતી આપી છે, મંદિરનાં નિર્માણમાં દેશની પ્રાચીન અને પારંપરિક નિર્માણ ટેકનીકને અનુસરવામાં આવશે, મંદિરનું નિર્માણ એ રીતે  કરવામાં આવશે કે જેથી તેના પર ધરતીકંપ, તોફાન અને અન્ય કુદરતી હોનારતોનું કોઇ અસર નહીં થાય.

ટ્વીટ કરીને ટ્રસ્ટે જણાવ્યું કે ખાસ રીતે મંદિરનાં નિર્માણમાં લોખંડનો ઉપયોગ નહીં થાય, તેમણે જણાવ્યું કે મંદિર નિર્માણ માટે તાંબાની પ્લેટોનો ઉપયોગ કરીને પથ્થરોને બ્લોક કરવામાં આવશે.

આ પ્લેટો 18 ઇંચ લાંબી, 30 મિમી જાડી અને 3 મિમી ઉંડાઇ ધરાવતી હશે, કુલ સંરચનામાં 10,000 એવી પ્લેટોની જરૂરીયાત પડી શકે છે, અમે શ્રી રામભક્તોને ટ્રસ્ટને આ પ્રકારની તાંબાની પ્લેટોનું દાન કરવાની અપિલ કરીએ છિએ.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રનાં મહાસચિવ ચંપતરાયે જણાવ્યું કે આજની અનૌપચારિક બેઠકમાં સીઆરબીઆઇ રૂડકી અને આઇઆઇટી મદ્રાસની સંપુર્ણ મદદ લેવામાં આવે તે નક્કી કરાયું છે, 10 થી 12 જગ્યા પર 60 મિટરની ઉડાઇ સુધી માટીની તપાસ કરવામાં આવી છે, તેના આધારે ભુકંપની ક્ષમતાની સ્ટડી કરવામાં આવી છે.

તેમણે જણાવ્યું કે આજે  તે  બાબત ધ્યાન પર આવી કે 30 થી 35 મીટરની ઇંટો લાવવી પડશે, અને 1 મીટર વ્યાસનાં ગોળાકારમાં લાવવાની રહેશે, ત્રણ એકરમાં એવા ઓછામાં ઓછા 1200 થાંભલા હશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.