- સુરતની મુલાકાત દરમિયાન ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ખાતે ઉદ્યોગકારોને મળનારા કેન્દ્રિય મંત્રી પ્રતાપ સારંગીએ સીએએના મુદ્દે કોંગ્રેસ દ્વારા થઇ રહેલા વિરોધને વખોડી કાઢયો હતો. તેમણે જણાવ્યું હતું કે, જેઓ દેશમાં આગ લગાડે છે તેઓ દેશપ્રેમી નથી.
ચેમ્બર ઓફ કોમર્સ ખાતેના કાર્યક્રમ બાદ પત્રકારો સમક્ષ વિવિધ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. પાંચ ટ્રિલિયન ઇકોનોમીના મુદ્દે જણાવ્યું હતું કે, વડાપ્રધાન તમામ ક્ષેત્રના લોકોને મળી રહ્યા છે. હાલમાં પ્રભાત પૂર્વેનો અંધકાર છે. સ્વબળે અને પુરુષાર્થથી આગળ વધીશું અને ભારત પાંચ ટ્રિલિયન ઇકોનોમીના લક્ષ્યને પાર કરશે જ. સીએએના મુદ્દે જણાવ્યું હતું કે સીએએનો અમલ 70 વર્ષ પહેલા જ થઇ જવો જોઇતો હતો.
પૂર્વજો તથા કેટલાક ગણતરીના નેતાઓએ કરેલા પાપનું પ્રાયિૃત સમાન છે. ભારતમાં હજારો વર્ષથી મુસલમાનો સાથે રહેવાની ના નથી પાડી. ભારત દેશને તોડવાનો કોઇને અધિકાર નથી. મહાત્મા ગાંધીએ તે સમયે આશ્રિતોને સિટીઝનશીન અને નોકરીએ નૈતિક ફરજ હોવાનું જણાવ્યું હતું. તેઓ તો સાંપ્રદાયિક ગણાયા નહી, અમે માઇનોરિટિઝને સિટીઝનશીપ આપવા માટે વ્યાખ્યા પણ આપી છે. હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી, ખ્રિસ્તીને નાગરિકતા માટે કાયદો પસાર કર્યો છે.
દેશના વિભાજનના પાપના પ્રાયિૃત સમાન આ નિર્ણય માટે નરેન્દ્ર મોદીને અભિનંદન આપવા જોઇએ. પાપ તો કોંગ્રેસવાળાએ કર્યુ હતું, જેનુ પ્રાયિૃત અમે કરી રહ્યા છીએ. તેમના અસ્તિત્વ સામે ખતરો ઊભો થતા આગ લગાવી રહ્યા છે અને જેઓ આગ લગાવે છે તે દેશપ્રેમી નથી. જેમને ભારતની અખંડિતતા, આઝાદી અને વંદે માતરમ્ સ્વીકાર નહિ હોય, તેમને ભારતમાં રહેવાનો અધિકાર નથી. જેઓ દેશને માતૃભૂમિ માનતા નહિ હોય, તો કેમ અહિં રહી રહ્યા છે?
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.