IRCTC અને FHRAI આપશે આ ખાસ પ્રકારની સુવિધા,જાણો….

હાલમાં IRCTC (Indian Railway Catering and Tourism Corporation) અને FHRAI (Federation of Hotel and Restaurant Associations of India) એ એક કરાર કર્યો છે. આ કરાર પર્યટકોને હોટલમાં રહેવાની સારી વ્યવસ્થા આપવા માટે છે.

આ કરારના આધારે 3 સ્ટાર હોટલ અને તેની સમકક્ષ સુવિધા આપનારી હોટલો IRCTCને આપનારા કમિશનમાં 2 ટકાની છૂટ આપશે. છૂટ મેળવવા માટે હોટલનો FHRAI કે તેના ક્ષેત્રીય સંઘથી સંબંધ હોવો જરૂરી રહેશે.

FHRAIના ઉપાધ્યક્ષ ગુરુબક્ષીશ સિંહ કોહલીએ કહ્યું કે આ કરારથી IRCTCના ઉપયોગકર્તાને આખા દેશમાં કાર્યરત 55000 હોટલમાંથી પોતાની પસંદગીની હોટલ પસંદ કરવાની સુવિધા મળશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.