દિલ્હી ચૂંટણીમાં પ્રચાર અને તમામ મુદ્દા હવે શાહીન બાગની તરફ જ સમેટાતા દેખાય છે. ગૃહમંત્રી અમિત શાહે શાહીન બાગ પર કહ્યું હતું કે સીએમ અરવિંદ કેજરીવાલે ધરણાં ખત્મ કરવા જોઇએ. હવે પશ્ચિમ દિલ્હીથી ભાજપ સાંસદ પ્રવેશ વર્માએ શાહીન બાગની તુલના કાશ્મીરથી કરી દીધી. વર્માએ તો એટલે સુધી કહ્યું કે જો તેમની પાર્ટી સત્તામાં આવી તો એક કલાકની અંદર શાહીન બાગને ખાલી કરી દેશે. વર્માએ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરના વિવાદાસ્પદ નિવેદન ગોળી મારો…નો પણ બચાવ કર્યો અને કહ્યું કે દેશની પ્રજા પણ ગદ્દારોની સાથે આમ જ કરવા માંગે છે.
…તો તમારી બહેન-દીકરીઓ પર કરશે રેપ
વર્માએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા પણ કહે છે કે હું શાહીનબાગની સાથે છું. દિલ્હીની પ્રજા જાણે છે કે એક આગ થોડાંક વર્ષો પહેલાં કાશ્મીરમાં લાગી હતી. ત્યાં કાશ્મીર પંડિતોની બહેન-દીકરીઓની સાથે રેપ થયો હતો. ત્યારબાદ આ આગ યુપી, હૈદ્રાબાદક, કેરળમાં લાગતી રહી. તેમણે આગળ કહ્યું કે આજે એ આગ દિલ્હીના એક ખૂણામાં લાગી ગઇ છે. ત્યાં લાખો લોકો એકત્ર થયા છે અને આગ દિલ્હીના ઘરો સુધી પહોંચી શકે છે. દિલ્હીના લોકોને સમજી-વિચારીને નિર્ણય લેવો પડશે. આ લોકો પોતાના ઘરમાં ઘૂસશે. તેમની બહેન-દીકરીઓને ઉઠાવશે, રેપ કરશે, તેમને મારે. આથી આજે સમય છે. કાલે મોદી અને અમિત શાહ બચાવા આવશે નહીં.
એક કલાકમાં શાહીન બાગ ખાલી કરવાનું આશ્વાસન
ભાજપ સાંસદે કહ્યું કે શાહીન બાગમાં કયા લોકો પ્રદર્શન કરી રહ્યા છે અને તેમને કોણ સમર્થન આપી રહ્યું છે બધાને ખબર છે. તેમણે કહ્યું કે જો ભાજપ સત્તામાં આવશે તો અમે એક કલાકમાં શાહીન બાગને ખાલી કરાવી દઇશું. ત્યારબાદ તેમણે એમ પણ કહ્યું કે હું કોઇપણ સૂરતમાં નિવેદન પાછું લઇશ નહીં અને નજફગઢમાં આજે ચૂંટણી પ્રચાર કરતાં પણ તેને ફરીથી કહી રહ્યો છું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.