ડાયાબિટિસના રોગી સંક્રમણની ગંભીરતા અને મૃત્યુદરના હાઈ રિસ્કમાં છે. આ સમયે કોરોનાના લક્ષણોબદલાઈ રહ્યા છે. જેનાથી પ્રારંભિક સ્થિતિમાં તેની ઓળખ મુશ્કેલ બને છે.
જ્યારે તમારું બ્લડ શુગર, જેને બ્લડ ગ્લુકોઝના રૂપમાં ઓળખવામાં આવે છે તે વધે છે. શુગરના લેવલને બનાવી રાખવા માટે ઇન્સ્યુલિનને ઈન્જેક્ટ કરવાની જરૂર રહે છે જે રોગીને ઈમ્યુનિટી દબાવે છે અને આ કારણ છે કે ડાયાબિટિસના એક દર્દીને પણ કોરોનાનું ઈન્ફેક્શન હાઈ રિસ્કમાં ફેરવે છે.દર્દીને માટે વાયરસથી લડવાનું મુશ્કેલ બને છે. વિશેષજ્ઞો કહે છે કે ડાયાબિટિસના રોગીને હોસ્પિટલમાં દાખલ થવાનો ખતોર રહે છે.
બીજી લહેરની સાથે કોરોનાના લક્ષણોમાં પણ ફેરફાર આવ્યા છે. જેમકે સ્કીનમાં ઈન્ફેક્શન, લાલ ધબ્બા, સોજા, ચાંદા પડવા, શ્વાસ લેવામાં તકલીફ થવી વગેરે.
વધારે પડતા સોજા રહેવા અને સાથે અનિયંત્રિત બ્લડ ગ્લુકોઝના કારણે ડાયાબિટિસથી પીડાતા રોગીમાં નિમોનિયાનો ખતરો વધે છે. આ લક્ષણ વાયરસના શરીરમાં પ્રવેશ કરવાનું સરળ બનાવે છે અને નુકસાન કરે છે.
એક્સપર્ટના આધારે આ બીમારી કોરોના દર્દીને સ્ટીરોઈડ આપવાથી થાય છે. તેના કારણે શરીરમાં બ્લેક ફંગસ ફેલાય છે. આ રોગીને જોખમ વધારે છે. શુગરના લેવલને કંટ્રોલ કરવા માટે તેમને ઈન્સ્યુલિન લેવું પડે છે જે ઇમ્યુનિટીને દબાવી દે છે.
રોગીને ઓક્સીજનની ખામીના લક્ષણો જેવા કે શ્વાસની તકલીફ, પલ્મોનરી પ્રોબ્લેમ્સ, શ્વાસ ફૂલવો અને છાતીમાં દર્દથી પીડિત હોવાથી હાઈ રિસ્ક રહે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.