આ મુખ્યમંત્રીઓએ કહ્યું કે, પોતાના રાજ્યોમાં નહીં લાગુ કરે નાગરિકતા સંશોધન બિલ

રાષ્ટ્રપતિએ નાગરિકતા સંશોધન બિલને મંજૂરી આપી દીધા બાદ આ વિધેયક હવે કાયદો બની ચૂક્યો છે. ત્યારે પંજાબ, પશ્ચિમ બંગાળ અને કેરળનાં મુખ્યમંત્રીઓએ નાગરિકતા સંશોધન બિલને પોતાના રાજ્યોમાં લાગુ નહીં કરવાનું એલાન કર્યું છે. આ ઉપરાંત આસામમાં પણ CABના વિરોધમાં પ્રચંડ વિરોધ જોવા મળી રહ્યો છે.

કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાં અને પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે CAB અને NRC એમ બંનેને અયોગ્ય ગણાવ્યા છે. કેપ્ટને કહ્યું કે, પંજાબ કોઈપણ હાલતમાં આ બિલને મંજૂર નહીં કરે, કેમ કે તે પણ NRCની જેમ લોકતંત્રની ભાવનાની વિપરિત છે. તેઓએ કહ્યું કે, પંજાબમાં તેને લાગુ કરવામાં આવશે નહીં.

ઉલ્લેખનીય છે કે, ભારત પાકિસ્તાન સીમાનો એક મોટો ભાગ સીમાવર્તી રાજ્ય પંજાબથી સંકળાયેલો છે. ભારતતી પાકિસ્તાન જવા માટે અને પાકિસ્તાનથી ભારત આવવા માટે સૌથી પ્રમુખ રસ્તો પણ પંજાબમાંથી જ નીકળે છે. તો આ જ રસ્તા મારફતે સેંકડો હિન્દુ શરળાર્થીઓ ભારત આવ્યા છે. આ શરળાર્થીઓમાં અનેક પરિવારો પંજાબમાં રહી રહ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.