મહારાષ્ટ્રમાં આ પ્રકારના પ્રતિબંધથી એ આશંકા મજબુત બની રહી છે કે, ગુરૂવારે જ્યારે શેર માર્કેટ ખુલશે તો એના પર આ નિર્ણયોની એક અસર જોવા મળશે. જોકે, માર્કેટ નિષ્ણાંતો આ નિર્ણયોની પ્રતિકુળ અસરને લઈને સ્પષ્ટ નકારો કરી રહી છે.
આ વિષય પર CNI રીસર્ચના CMD કિશોર ઓસ્તવાલ કહે છે કે, લોકો એવું સમજે છે કે, મહારાષ્ટ્રમાં લોકાડાઉન તથા પ્રતિબંધોની માઠી અસર માર્કેટ પર પડશે. ગુરૂવારે માર્કેટ ખૂલતા મોટો ઘટાડો જોવા મળશે. પણ એવું નથી. ગુરૂવારે માર્કેટમાં 400થી 500 પોઈન્ટની તેજી જોવા મળી શકે છે.
માર્કેટ મહારાષ્ટ્રમાં લોકડાઉનને લઈને ઓવર રીએક્ટ કરી ચૂક્યો છે. હવે જ્યારે એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે, રાજ્યમાં અગાઉ જેવું લોકડાઉન નહીં લાગે પણ ચોક્કસ પ્રતિબંધ લાગશે.
પ્રતિબંધો અને આંશિક લોકડાઉથી અર્થ વ્યવસ્થા પર ખાસ કોઈ અસર જોવા નહીં મળે. બુધવારે પણ નિફ્ટીમાં એક તેજી જોવા મળી હતી. ઓસ્તવાલે કહ્યું કે, ભારતમાં 11 કરોડ લોકો વેક્સીન લઈ ચૂક્યા છે. દેશમાં આવનારા દિવસોમાં રશિયાની વેક્સીન સ્પૂતનિકનું એક કરોડ ડોઝનું ઉત્પાદન કરશે. આવનારા દસ દિવસમાં આ રસી ઉપયોગમાં લેવાશે. આ રીતે જોવામાં આવે તો 60 દિવસમાં 50થી 60 કરોડ લોકોને વેક્સીનનો લાભ મળી જશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.