આજ રોજ વહેલી સવારે નિર્ભયા રેપ કેસના 4 આરોપીઓને ફાંસી આપવાની બાબત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યુ હતુ. મોદીએ ટ્વિટમા જણાવ્યુ હતુ કે, આ ન્યાયની જીત છે. સમાજમા સ્ત્રીઓનુ ગૌરવ અને ગરિમા જાળવવી ખૂબ જરૂરી છે.
નિર્ભયા ગેંગરેપ કેસના ચાર આરોપીઓને તિહાડ જેલમા આજે સવારે 5:30 વાગ્યે ફાંસી આપવામા આવી. તિહાડ જેલના ડાયરેક્ટર જનરલ સંદીપ ગોયલે આરોપીઓની ફાંસીની ખાતરી આપતા કહ્યુ કે, નિર્ભયા કેસના ચાર આરોપી વિનય, અક્ષય, મુકેશ, અને પવનને એક સાથે ફાંસી આપવામા આવી,
તેમજ તેને મૃત જાહેર કરવામા આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર 2012મા દિલ્હીની એક ચાલતી બસમા 23 વર્ષની મેડિકલની સ્ટુડન્ટની સાથે 6 લોકોએ ગેગ રેપ કર્યો હતો, તેમજ તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. સારવાર દરમ્યાન નિર્ભયાનુ મૃત્યુ થયુ હતુ.
આ ઘટનાના 6 આરોપીમાથી એક આરોપી રામ સિંહએ જેલમા જ આત્મહત્યા કરી લીધી હતી, તેમજ અન્ય એક આરોપી નાબાલિક હોવાથી બાળ સુધાર ગૃહમા મોકલવામા આવ્યો છે. બીજા 4 આરોપીઓને ફાંસી આપવામા આવી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.