IFFCOએ ગુજરાતમાં કલોલ સ્થિત પોતાના કારખાનામાં 200 ક્યૂબિક મીટર પ્રતિ કલાકના ઉત્પાદનની ક્ષમતા વાળો એક ઑક્સિજન પ્લાન્ટ લગાવી રહ્યું છે. IFFCO આ ઑક્સિજન હોસ્પિટલોમાં મફત આપશે.
માંગ હોવા પર IFFCOના આ કારખાનાથી દરરોજ 700 મોટા ડી ટાઇપ અને 300 મીડિયમ બી ટાઇપ સિલિન્ડરમાં મેડિકલ ગ્રેડના ઑક્સિજનની સ્પલાઈ કરાશે.
જો કોઇ હોસ્પિટલ ખાલી સિલિન્ડર નથી મોકલતી તો તેને સિલિન્ડર માટે એક સિક્યોરિટી રકમ જમા કરાવવી પડશે. સિલિન્ડરની કેટલીક હોસ્પિટલો સંગ્રહખોરી ન કરે તેના માટે આ વ્યવસ્થા ગોઠવાઇ છે. IFFCOના MD અને CEO ડૉ. એસ. અવસ્થીએ ખુદ ટ્વીટ કરીને આ માહિતી આપી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.