બંધ થઈ ગયો છે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર,તો કરો આ પ્રોસેસ અને અપડેટ કરો નવો નંબર

આધારની ડિટેલમાં સૌથી જરૂરી ચીજ છે મોબાઈલ નંબર, કેમકે મોબાઈલ નંબર સીધો આધાર કાર્ડ સાથે જોડાયેલો રહે છે. તેના મેસેજ સૌથી પહેલા તમારા આધારમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવે છે. જો તમે આધારમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર બંધ કર્યો છે અને નવો નંબર ચાલુ કર્યો છે તો આ ન્યૂઝ તમારા માટે ઉપયોગી બની શકે છે.

જ્યારે તમારો મોબાઈલ નંબર અપડેટ ન હોય કે પછી તમે તે નંબર યૂઝ કરવાનું બંધ કરી દીધું હોય. કેમકે આધાર કાર્ડમાં કરેક્શન કે અપડેટમાટે તમારી પાસે રજિસ્ટર્ડ નંબર પર ઓટીપી આવે છે. આ નહીં હોય તો તમારે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ માટે અહીં આપેલી ટ્રિકની મદદથી તમે તમારા બંધ થયેલા રજિસ્ટર્ડ નંબરને હટાવો અને સાથે નવો નંબર અપડેટ કરો તે જરૂરી છે.

આધાર સેન્ટર પર તમારી સાથે પોતાનું આધાર કાર્ડઅપડેટ માટે હોવું જરૂરી છે. અહી જઈને તમે એડ અને અપડેટ મોબાઈલ નંબરને માટે ઓપ્શન પસંદ કરો. આ પછી તમારે 50 રૂપિયા ભરવાના રહે છે. તમે 1947 નંબર પર ફોન કરીને પણ જાણી શકો છો કે તમે ફોન નંબર અપડેટની જે રિકવેસ્ટ મોકલી હતી તેનું સ્ટેટસ શું છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.