કર્ણાટક સરકારે લોકડાઉન પાર્ટ ચારમાં મળનારી છુટ અને પ્રતિબંધ અંગે જાહેરાત કરી છે.
સીએમ યેદિયુરપ્પાએ કરેલી જાહેરાતમાં કહ્યુ છે કે, 31 મે સુધી ગુજરાત, મહારાષ્ટ્, કેરલ અને તામિલનાડુના લોકોને કર્ણાટકમાં એ્ન્ટ્રી નહી મળે. આ ચારે રાજ્યોમાં હાલમાં કોરોનાનુ સંક્રમણ ઝડપભેર ફેલાઈ રહ્યુ છે.
તેમણે કહ્યુ હતુ કે, રાજ્યમાં બસ સેવા ફરી શરુ કરાશે. જોકે મુસાફરી કરવા માટે માસ્ક ફરજિયાત હશે અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવુ પડશે. આ સાથે જ બીજા રાજ્યોમાંથી આવનારા લોકોને ક્વોરેન્ટિન કરવામાં આવશે.
સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે, રાજ્યમાં ઓટો અને ટેક્સી સર્વિસ પણ ચાલુ થશે અને સલૂન પણ ખુલશે.રાજયમાં દર રવિવારે લોકડાઉન રહેશે. આ દિવસે બસ અને બીજી કોઈ સેવા નહી ચાલે.માત્ર આવશ્યક્ત વસ્તુઓ વેચતી દુકાનો ખુલ્લી રહેશે. રાજ્યના તમામ પાર્ક સવારે સાત થી નવ અને સાંજે પાંચથી સાત દરમિયાન ખુલ્લા રહેશે.કન્ટેનમેન્ટ ઝોન સીવાયના વિસ્તારમાં બીજા લોકો અવર જવર કરી શકશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.