આંધ્રપ્રદેશ સરકારે 5 સપ્ટેમ્બરથી સ્કુલો ખોલવા પર વિચાર કરી રહી છે. સરકારે આ માટે તમામ જરૂરી તૈયારીઓ પણ કરી રહી છે. જોકે, અંતિમ નિર્ણય તે સમયની પરિસ્થિતિના આધારે લેવામાં આવશે.
પ્રદેશના મુખ્યમંત્રી વાઈએસ જગન મોહન રેડ્ડીએ પ્રદેશમાં શિક્ષણ વ્યવસ્થાને ફરીથી શરૂ કરવા માટે બેઠક બોલાવી હતી. બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય કરવામાં આવ્યા.
મીટિંગ બાદ શિક્ષણ મંત્રી આદિમલાપુ સુરેશે પત્રકારોને જણાવ્યુ કે સરકારે સ્કુલો ખોલવા માટે 5 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી છે પરંતુ આની પર અંતિમ નિર્ણય તે તારીખના આવવા પર તે સમયની સ્થિતિને જોતા લેવામાં આવશે.
શિક્ષણ મંત્રીએ એ પણ કહ્યુ કે જ્યાં સુધી સ્કુલ ખુલતી નથી. મિડ ડે મીલની જગ્યાએ વિદ્યાર્થીઓને સૂકુ રાશન તેમના ઘરે પહોંચાડવામાં આવશે. તેમણે કહ્યુ કે આગામી સત્રથી પ્રી-પ્રાઈમરી એટલે કે એલકેજી અને યુકેજીની પણ શરૂઆત સ્કુલોમાં કરવામાં આવશે.
રાજ્યમાં EAMCET, JEE, IIIT જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે કોચિંગની શરૂઆત કરવામાં આવશે. જિલ્લા સ્તરે એક જોઈન્ટ ડાયરેક્ટર સ્તરના પદ નક્કી કરવામાં આવશે એટલે કે પ્રદેશમાં શિક્ષણનું સ્તર સુધારાઈ શકે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાઈરસનો પ્રકોપ યથાવત્ રહ્યો છે. દેશમાં મંગળવારે કોરોનાથી વધુ 649નાં મોત નીપજ્યા હતા. આ સાથે કુલ મૃત્યુઆંક 28,697 થઈ ગયો છે. આ સાથે ભારત કોરોનાથી મોતના સંદર્ભમાં વિશ્વમાં સાતમા ક્રમે પહોંચી ગયું છે.
દેશમાં મંગળવારે 24 કલાકમાં કોરોનાના નવા 33,785 કેસ નોંધાયા હતા. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 11,85,975 થઈ ગઈ છે, જેમાંથી 7,44,464 દર્દીઓ સાજા થઈ ગયા છે. મંગળવારે કોરોનાના 23,139 દર્દી સાજા થયા હતા.
દેશમાં કોરોનાનો રિકવરી રેટ 62.77 ટકા તેમ પીટીઆઈની રાજ્યવાર ટેલીમાં જણાવાયું હતું. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હાથ ધરાયેલા સીરો સર્વે મુજબ 24 ટકા લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે, પરંતુ મોટાભાગના લોકોમાં કોરોનાના કોઈ લક્ષણ જોવા મળ્યા નથી.
વિશ્વમાં કોરોનાની સ્થિતિ પર નજર રાખતી વેબસાઈટ વર્લ્ડોમીટરના અહેવાલ મુજબ ભારત મંગળવારે કોરોનાથી 28,697 મોત સાથે વિશ્વમાં સાતમા ક્રમે પહોંચી ગયું છે. ભારતે એક સમયે યુરોપમાં કોરોનાથી હાહાકાર મચી ગયો હતો તે સ્પેન (28,424 મોત)ને પાછળ પાડયું હતું. વિશ્વમાં કોરોનાથી મોતના સંદર્ભમાં અમેરિકા 1.44 લાખ મોત સાથે પહેલાં ક્રમે છે.
ભારતની આગળ બ્રાઝિલ (80,493), બ્રિટન (45,422), મેક્સિકો (39,485), ઈટાલી (35,073), ફ્રાન્સ (30,177) છે. વિશ્વમાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 6.15 લાખથી વધુના મોત થયા છે જ્યારે 1.49 કરોડ કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાની સ્થિતિ વધુને વધુ ગંભીર બની રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.