યુપીમાં હવે સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોની અછત દુર કરવા માટે સરકારે આકરા પગલા ભરવાની તૈયારી કરી છે.
સરકારે કરેલા નિર્ણય પ્રમાણે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા બાદ ડોક્ટરોએ 10 વર્ષ સુધી સરકારી હોસ્પિટલોમાં સેવા આપવી પડશે.જેવુ ભણવાનુ પુરુ થશે કે તરત ડોકટરોની સરકારી નોકરી શરુ થઈ જશે.જો ડોક્ટરો અધવચ્ચે નોકરી છોડી દેશે તો તેમને એક કરોડ રુપિયા દંડ ભરવો પડશે.સાથે સાથે પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ અધવચ્ચે છોડી દેનારને ત્રણ વર્ષ સુધી ફરી એડમિશન નહીં મળશે.
યુપી સરકારે ડોક્ટરોની અછત દુર કરવા માટે એક બીજી પણ વ્યવસ્થા કરી છે.જે પ્રમાણે ગ્રામ્ય વિસ્તારમાં એક વર્ષ સુધી નોકરી કરનારા ડોક્ટરોને નીટની પ્રવેશ પરીક્ષામાં 10 માર્કની છુટ આપવામાં આવે છે.બે વર્ષ સેવા આપવા બદલ 20 અને ત્રણ વર્ષ સેવા આપવા બદલ 30 માર્કની છૂટ મળે છે.હવે ડોક્ટરો પીજી કોર્સની સાથે સાથે ડિપ્લોમા કોર્સમાં પણ એડમિશન લઈ શકે છે.
ગયા સપ્તાહે જ સીએમ યોગીએ અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા કે, નવી બનેલી મેડિકલ કોલેજોમાં પૂરતી સંખ્યામાં ડોક્ટરોની વ્યવસ્થા કરવામાં આવે.જેથી કોરોનાકાળમાં દર્દીઓની વધારે સારી રીતે સારવાર થઈ શકે.સાથે-સાથે જે નવી મેડિકલ કોલેજોને મંજૂરી અપાઈ છે તેનુ નિર્માણ વહેલી તકે થાય તેવા નિર્દેશો પણ તેમણે આપ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.