આ રાજ્યમાં વાંદરાઓની હત્યા માટે કેન્દ્રે આપી મંજૂરી, કોંગ્રેસે મેનકા ગાંધી પર નિશાન સાધ્યુ

કેરાલામાં ગર્ભવતી હાથણીની કરાયેલી હત્યા બાદ આખા દેશમાં આ મુદ્દે બબાલ મચી છે ત્યારે હવે કેન્દ્ર સરકારે હિમાચલ પ્રદેશના સેંકડો જિલ્લાઓમાં વાંદરાઓની હત્યા કરવા પર મંજૂરી આપી દીધી છે.

જેને લઈને વિફરેલી કોંગ્રેસે મેનકા ગાંધી પર નિશાન સાધ્યુ છે.કોંગ્રેસ પ્રવક્તા સૂરજેવાલાએ કહ્યુ હતુ કે, ભાજપની સરકાર કદાચ માને છે કે, હનુમાનજીનુ પ્રતિક ગણાતા વાંદરાઓને મારવા માટે સરકારી લાઈસન્સ આપવાની નીતિ પ્રાણીઓ પ્રત્યે ક્રુરતાની વ્યાખ્યામાં આવતી  નથી.હવે મેનકા ગાંધી ક્યાં ગાયબ થઈ ગયા છે.

ઉલ્લખનીય છે કે, મેનકા ગાંધીએ હાથણીની હત્યા બાદ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યુ હતુ અને કહ્યુ હતુ કે, કેરાલા દેશનુ સૌથી હિંસક રાજ્ય છે.જ્યાં રસ્તા પર લોકો ઝેર ફેંકીને કુતરાને અને પક્ષીઓને પણ મારી નાંકે છે.

દરમિયાન હાથણીના મોતના વિવાદની વચ્ચે કેન્દ્ર સરકારે હમાચલ પ્રદશમાં રીસસ મકાક પ્રજાતિના વાંદરાઓની હત્યા કરવા માટે છુટ આપી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.