આ રાજ્યમાં BJPની સરકાર રહેશે કે જશે? આજે ભાવિ થઇ જશે સીલબંધ, કારણ કે…

કર્ણાટકની 15 વિધાનસભા સીટો પર આજે પેટાચૂંટણી છે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું છ અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. પેટાચૂંટણીના પરિણામો 9 ડિસેમ્બરના રોજ આવશે. આ પેટાચૂંટણીના પરિણામો નક્કી કરશે કે કર્ણાટકમાં ચાર મહિના જૂની ભાજપ સરકાર ટકી રહેશે કે પછી પડી ભાંગશે. આપને જણાવી દઇએ કે આ 15 સીટોમાંથી કમ સે કમ 6 સીટો પર જીત યેદિયુરપ્પા સરકાર માટે ખૂબ જરૂરી છે.

આ સીટો પર પેટાચૂંટણી

આપને જણાવી દઇએ કે કર્ણાટકમાં પેટાચૂંટણી અહીંની અઠાની, કગવાડ, ગોકક, યેલાપુર, હિરેકેરૂર, રાનીબેન્નૂર, વિજયનગર, ચિકબેલાપુર, કે.આર.પૂરા, યશવંતપુરા, મહાલક્ષ્મી લેઆઉટ, શિવાજીનગર, હોસાકોટે, કે.આર.પેટે, હનસૂર સીટો પર થશે. મુસકી (રાઇચુર જિલ્લા) અને આર.આર.નગર (બેંગલુરૂ)ની પેટાચૂંટણી પર કર્ણાટક ઉચ્ચ ન્યાયાલયમાં મે 2018 વિધાનસભા ચૂંટણીના પરિણામોને લઇ ચાલી રહેલા કેસના લીધે પ્રિતબંધ મૂકી દેવાયો છે.

ભાજપે બળવાખોરોને આપી છે ટિકિટ

ભાજપે ચૂંટણી મેદાનમાં કોંગ્રેસ અને જેડીએસ છોડીને આવેલા ક્રમશ: 11 અને ત્રણ ધારાસભ્યોને ઉતાર્યા છે. આ લોકોએ 14મી નવેમ્બરના રોજ સત્તારૂઢ પાર્ટીનું દામન ઠામી લીધુ હતું. સુપ્રીમ કોર્ટે 13મી નવેમ્બરના રોજ પોતાના ચુકાદામાં તેમની અયોગ્યતા યથાવત રાખતા તેમને ફરીથી ચૂંટણી લડવાની મંજૂરી આપી હતી. ઉલ્લેખનીય છે કે વિધાનસભા અધ્યક્ષ કે.આર.રમેશ કુમારે 25 અને 25 જુલાઇના રોજ આ ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરી દીધા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.