ભલે આ સમયે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીને લઈને ચર્ચાઓ થઈ રહી હોય પણ હજુ પણ 4 રાજ્યોમાં ચૂંટણી થઈ રહી છે અને ભારતીય જનતા પાર્ટી અહીં પણ કોશિશમાં લાગી રહી છે. જે 4 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે તેમાં 3 દક્ષિણ ભારતથી છે.
તમિલનાડુ અને કેરળમાં વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે પણ આ રાજ્યોમાં ભાજપની કોઈ ખાસ પકડ નથી. જો કે ભાજપ કોશિશ કરી રહી છે કે તે અહીં પોતાની પકડ મજબૂત કરી શકે
અહીં સવારે લગભગ 10.15 વાગે તેઓ સુચિંદ્રમ મંદિર જશે અને પછી ડોર ટુ ડોર અભિયાન વિજય સંકલ્પ મહાસંકલ્પના આધારે કન્યાકુમારીના સુચિંદ્રમ ટાઉન જશે, આ પછી એક રેલીને સંબોધિત પણ કરશે.
સુચિંદ્રમ ટાઉનમાં થોડી વાર રહ્યા બાદ અમિત શાહ સવારે 11.15 મિનિટે એક રોડ શો કરશે. ગૃહમંત્રી શાહ શો બાદ બપોરે 12.30 વાગે કન્યાકુમારીમાં ઉડુપ્પી હોટલમાં કાર્યકર્તા સભામાં સામેલ થશે.
સાંજે 4.30 વાગે અમિત શાહ કેરળના ત્રિવેન્દ્રમપુરમમાં શ્રી રામકૃષ્ણ મઠ જશે. આ પછી તેઓ સાંજે 6 વાગે પાર્ટીની કેરળ વિજય યાત્રામાં ભાગ લેશે. અમિત શાહ અહીં શણકુમુખમ બીચ પર ભાષણ પણ આપશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.