અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને સોમવારે વૈશ્વિક સ્તર પર કોરોના વાયરસના 5.5 કરોડ રસી એશિયાઈ દેશોને આપવાનું એલાન કર્યું છે. જેમાં 1.6 કરોડ ભારત અને બાંગ્લાદેશ જેવા એશિયાઈ દેશોને આપવામાં આવશે. આ પહેલા અમેરિકાએ કોરોનાના 2.5 કરોડ રસી આપવાનું એલાન કર્યુ હતુ. જેમાં મળીને બાયડન પ્રશાસન અત્યાર સુધી 8 કરોડ રસી વિતરિત કરવાની જાહેરાત કરી ચૂક્યા છે.
વ્હાઈટ હાઉસે કહ્યુ કે દુનિયાભરમાં કોવિડ મહામારીને સમાપ્ત કરવાની પોતાની લડાઈ જારી રાખતા રાષ્ટ્રપતિ બાયડને સમગ્ર દુનિયાને રસી ઉપલબ્ધ કરાવવામાં મદદ કરવાનો વાયદો કર્યો છે.
વ્હાઈટ હાઉસે પોતાના નિવેદનમાં કહ્યું કે એશિયાઈ દેશો- ભારત, નેપાલ, બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા, અફગાનિસ્તાન અને અન્યને લગભગ 16 મિલિયન(1.6 કરોડ) ડોઝ પુરા પાડવામાં આવશે.
દુનિયામાં રવિવારે કોરોના 2 લાખ 95 હજાર 229 લોકો પોઝિટિવ આવ્યા છે. આ દરમિયાન 3 લાખ 25 હજાર 447 લોકોએ સાજા થયા છે. જો કે 6233 લોકોના મોત થયા છે. દુનિયામાં હાલ કુલ 17. 92 કરોડથી વધારે કેસ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.