29 વર્ષના ખેલાડીએ તોડ્યો રેકોર્ડ,આ રેકોર્ડ તૂટવાની સંભાવના જ નહોતી….

કોનવે ડેબ્યુ ટેસ્ટમાં સૌથી મોટી ઇનીંગ રમનાર ખેલાડી બની ગયો હતો. ઇંગ્લેન્ડ વિરુદ્ધ ગુરુવારે તેણે લોર્ડ્સ ટેસ્ટ મેચના બીજા દિવસે 155 રન બનાવતા જ આ ઉપલબ્ધિ હાંસલ કરી લીધી છે.

1880માં ઇંગ્લિશ દિગ્ગજ WG ગ્રેસે પણ 152 રન બનાવ્યા હતા. કોનવે 200 રન બનાવીને આઉટ થયો હતો અને ન્યૂઝીલેન્ડે પોતાની પહેલી ઇનીંગમાં 378 રન બનાવ્યા હતા .

ડૅવોને ડેબ્યુ ટેસ્ટ મેચમાં 150 કે તેનાથી વધારે રન બનાવનાર ત્રીજા કીવી બેટ્સમેન છે. આ પહેલા મેથ્યુ સિંક્લેયર અને હામિશ રદરફોર્ડે આ રેકોર્ડ બનાવ્યો છે. સિંક્લેયરે 1999માં વેસ્ટઇન્ડીઝ વિરુદ્ધ વેલિંગ્ટનમાં 214 રન બનાવ્યા હતા અને રદરફોર્ડે 2013માં 171 રન બનાવ્યા હતા.

દક્ષિણ આફ્રીકામાં જન્મેલ 29 વર્ષના કોનવેએ આ ઐતિહાસિક સ્થળ પર ડેબ્યુ મેચમાં જ શતક બનાવનાર દુનિયાનો છઠ્ઠો બેટ્સમેન છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.