ઉત્તર પ્રદેશ, મઘ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત તથા છત્તીસગઢમાં કોરોનાનો પીક આવી ચૂક્યો છે. હવે ધીરે ધીરે કોરોના સંક્રમણ ઘટાડા તરફ છે. સંક્રમિતોની સંખ્યા ઘટી રહી છે.
સૌથી વધારે સંકટ, કરેળ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન, હરિયાણા તથા તેલંગાણામાં છે. જ્યાં કોરોના સંક્રમણ ફ્લક્ચ્યૂએટ કરી રહ્યો છે. મતલબ કે સતત કોરોનાનો ગ્રાફ ચઢ-ઉતર જોવા મળી રહ્યો છે.
આઈઆઈટીના પ્રો. મહેન્દ્ર કુમાર વર્માએ કોરોના સંક્રમણની બીજી લહેરના પ્રતિદિન કેસના આધાર પર એક સર મોર્ડલ તૈયાર કર્યુ છે. જેના આધાર પર કેસોના વધવા તથા ઘટવાનું આકલન કરી શકાય છે. તેમણે દરેક રાજ્યોની અલગ રિપોર્ટ તૈયાર કરી છે. પ્રો. વર્માની આ રિપોર્ટમાં પ્રદેશ આધારિત ટીપીઆર (નંબર ઓફ પોઝિટિવ કેસિસ પર 100 ટેસ્ટ) અને સીએફ આર( ધ પરસેન્ટેજ ઓફ ડેથ પર 100 કેસ)નું પણ આકલન કર્યુ છે
⇒આ પ્રદેશોમાં આવી ચૂક્યો છે પીક
• રાજ્ય ટીપીઆર સીએફઆર
મહારાષ્ટ્ર 21 1.53
ઉત્તર પ્રદેશ 12 1.22
મધ્ય પ્રદેશ 18 0.66
ગુજરાત 9 1.00
છત્તીસગઢ 23 1.61
દિલ્હી 25 1.65
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.