દેશના ઘણાં રાજ્યોમાં ગ્રાહકોને અલગ-અલગ સબ્સિડી આપવામાં આવે છે. જે લોકોની વાર્ષિક આવક લગભગ 10 લાખ રૂપિયાથી ઉપર છે તેમને સબ્સિડીની સુવિધા નથી આપવામાં આવતી. એલપીજી સિલિન્ડરની કિંમતોમાં 1 માર્ચે 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
ગેસના એક સિલિન્ડર પર ગ્રાહકોને 153.86 રૂપિયા આપવામાં આવે છે, જેને કેન્દ્ર સરકારે વધારીને 291.48 રૂપિયા કરી દીધા છે. જ્યારે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ પહેલાં 174.86 રૂપિયા સબ્સિડી આપવામાં આવતી હતી, જેને વધારીને 312.48 રૂપિયા કરી દેવામાં આવી છે
સબ્સિડી ન મળવાનું મોટું કારણ એલપીજી આઇડીનું એકાઉન્ટ નંબર સાથે લિંક ન હોવું હોઈ શકે છે. તેના માટે તમે પોતાના નજીકના ડિસ્ટ્રીબ્યૂટરનો સંપર્ક કરીને પોતાની સમસ્યા જણાવો.
તમારે પોતાના મેસેજ બોક્સમાં IOC ટાઇપ કરવાનું છે. પછી એજન્સીના ટેલીફોન નંબરનો STD કોડ અને ગ્રાહક સંખ્યા ટાઇપ કરીને કસ્ટમર કેરમાં મોકલી દો. એકવાર તમારો મોબાઇલ નંબર રજિસ્ટર થઈ જાય તો UID <આધાર નંબર> ટાઇપ કરીને એજન્સીના નંબરમાં આપો. તેનાથી પણ તમારો આધાર નંબર ગેસ કનેક્શશન સાથે લિંક થઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.