દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં તબલિગી જમાતના કાયક્રમમાં કોરોના પોઝિટિવ દર્દીઓની હાજરી બાદ હવે આખા દેશમાં કોરોનાના ફેલાવાનુ જોખમ વધી ગયુ છે .
આ ઘટનાથી દેશમાં મચેલી હલચલ વચ્ચે બોલીવૂડના મશહૂર સંગીતકાર એ આર રહેમાને પણ નારાજગી વ્યક્ત કરી છે. રહેમાને નામ લીધા વગર નારાજગી વ્યક્ત કરતા કહ્યુ હતુ કે, ઈશ્વર તમારા હૃદયમાં છે. આ સમય ધાર્મિક સ્થળોમાં ભેગા થઈને અરાજકતા ફેલાવવાન નથી.સરકારની સલાહ માનો. કેટલાક સપ્તાહ માટેનુ સેલ્ફ આઈસોલેશન તમને લાંબી જિંદગી આપી શકે છે. વાયરસને ફેલાવો નહી અને તમારા સાથીદારના નુકસાનનુ કારણ ના બનો.દયાળુ અ્ને વિચારશીલ બનો.તમે
લાખો લોકોની જિંદગી બચાવી શકો છે.
રહેમાને કહ્યુ હતુ કે, ભારતના તમામ હોસ્પિટલ અ્ને ક્લિનિકમાં કોરોનાના દર્દીઓની દિલેરીથી સારવાર કરી રહેલા ડોક્ટરો અને નર્સોની કામગીરી હૃદયને સ્પર્શી જનારી છે. તેઓ આપણી જિંદગી બચાવવા માટે પોતાની જિંદગી ખતરામાં નાંખી રહ્યા છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.