વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મંગળવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હીત. જેમાં એક નવી બેન્ક બનાવવાનો નિર્ણય લેવાયો છે. જે મોટા ઈન્ફ્રા. પ્રોજેક્ટને ફંડ પૂરુ પાડવા માટે કામ કરશે. આ બેન્કને વિકાસ નાણાકીય સંસ્થાન નામ આપવામાં આવ્યું છે.
નાણામંત્રીના જણાવ્યા અનુસાર આ સંસ્થા દેશમાં મોટા ઈન્ફ્રા. પ્રોજેક્ટને ફંડ કરવાનું કામ કરશે. સરકારના જણાવ્યા અનુસાર નવી સંસ્થાને બિલકુલ પાયાથી શરૂ કરવામાં આવશે. હાલમાં એક બોર્ડ તૈયાર કરવામાં આવશે. જે આગળના સમયમાં મહત્ત્વના નિર્ણય લેશે. સરકારના જણાવ્યા પ્રમાણે સરકાર તરફથી આ માટે રૂ.20 હજાર કરોડનું સ્ટાર્ટિંગ ફંડ આપવામાં આવશે.
આવનારા કેટલાક વર્ષોમાં 3 લાખ કરોડ રૂપિયા એકઠા કરવામાં આવે એવી આશા વ્યક્ત કરાઈ છે. આમાં રોકાણ કરનારાઓને ટેક્સમાં પણ કેટલીક છૂટછાટ આપવામાં આવશે. ટેક્સમાં પણ લાભ આપવામાં આવશે. આમાં સોવરેન ફંડ અને પેન્શન ફંડ પણ રોકી શકાય છે.
સરકારે જણાવ્યું કે, આ બોર્ડ ટીમમાં જે તે ક્ષેત્રના નિષ્ણાંતોને સ્થાન આપવામાં આવશે. બેન્કને લઈને નાણામંત્રીએ કહ્યું કે, તમામ બેન્કનું ખાનગીકરણ નથી થવાનું. અમે ઈચ્છીએ છીએ કે, દેશમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા જેવી બેન્ક બને. આ સંસ્થાને આ જ આશા સાથે તૈયાર કરવામાં આવી રહી છે.
જે બેન્કનું ખાનગીકરણ થઈ રહ્યું છે એમાં કર્મચારીઓના અધિકાર, નોકરી તથા ભવિષ્યનું પુરતું ધ્યાન રાખવામાં આવશે. આ મામલે તેણે રાહુલ ગાંધીએ લગાવેલા આરોપનો પણ જવાબ આપ્યો. મહિલા મંત્રીએ કહ્યું કે, એની દાદીએ ભલે બેન્કનું રાષ્ટ્રીયકરણ કર્યું હોય પણ કોંગ્રેસે માત્ર ભ્રષ્ટાચારનું રાષ્ટ્રીયકરણ કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.