આ શહેરમાં માત્ર 2 લોકોની જ વસતી છતાંય કોરોના માટે વધુ સતર્ક રહે છે

કોરોનાના આ સંકટ કાળમાં વધુ વસતી ધરાવતા શહેરોમાં લોકો એકબીજાથી સોશિયલ ડિસ્ટેન્સ મેઇન્ટેન કરી રહ્યા છે. મોટાભાગના લોકો કોરાના વાયરસના નેચરને સમજી ચુક્યા છે જે બાકી વાયરસની જેમ ડ્રોપલેટ્સ મારફતે ફેલાય છે. આ શહેરોમાં જીવ બચાવવા માટે લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટેન્સિગને મેઇન્ટેન રાખવા માટેની અપીલ કરવામાં આવી રહી છે.

ઈટલીની એક નાનકડી જગ્યા હેમલેટમાં આ દિવસોમાં ખૂબ જ રસપ્રદ વસ્તુઓ જોવા મળી છે. જિયોવની કૈરિલી (82) અને જિયામ્પિયરો નોબિલી (74) નામના બે વ્યક્તિ નોર્ટોસ્કે નામના એકાંત શહેરમાં રહે છે. શહેરમાં માત્ર બે લોકો હોવાછતાં આ કોવિડ-19ના તમામ નિયમોનું કડકાઇથી પાલન કરે છે.

એક રિપોર્ટ અનુસાર, શહેરમાં તેમનું કોઇ પાડોશી નથી, તેમછતાં સેવાનિવૃત્ત વડીલ કોઇ પણ પ્રકારનું જોખમ ઉઠાવવા નથી માંગતા.. આ જ કારણ છે કે કદાચ જ આ બંને આ શહેરમાં જ રહેવા ઇચ્છે છે. આ શહેર પેરુજા પ્રાંતના ઉમ્બ્રિયામાં સ્થિત છે.

બે લોકોની વસ્તી ધરાવતું ઇટલીનું આ શહેર ટૂરિસ્ટમાં ઘણું ફેમસ છે. શહેર લગભગ 900 મીટરની ઊંચાઇ પર સ્થિત છે જ્યાં સુધી પહોંચવું અને ત્યાંથી પરત આવવું લોકો માટે ઘણું મુશ્કેલ હોય છે. કૈરિલી અને નોબિલી પોતાને સુરક્ષિત રાખવા માટે એકાંતમાં પણ માસ્ક પહેરે છે.

કૈરિલીએ જણાવ્યું, ‘વાયરસથી જીવને જોખમ છે. જો હું બીમાર પડી જાઉં તો મારી સારસંભાળ કોણ કરશે. હું વૃદ્ધ છું, પરંતુ પોતાનાં ઘેટાં, મધમાખી અને બગીચાની દેખરેખ માટે અહીં રહેવા માંગુ છું. હું પોતાનું જીવન ઘણું સારી રીતે જીવી રહ્યો છું.’

નોબિલી પણ સુરક્ષાના ઉપચારોની અવગણના કરીને પોતાના જીવનું જોખમ લેવાનું યોગ્ય નથી માનતા. તેમણે કહ્યું, ‘માત્ર સ્વાસ્થ્યના કારણે જ માસ્ક અને સોશિયલ ડિસ્ટેન્સિગના નિયમોનું પાલન ન કરશો, તેમાં કંઇ સાચુ ખોટું નથી. જો આ નિયમ છે તો તમારે પોતના અને બીજા માટે તેનું પાલન કરવું જોઇએ.’

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.