શિયાળામાં તમને કેટલાય પ્રકારની સમસ્યા થઇ શકે છે અને ખાસકરીને શરદી-ખાંસી જેવી સમસ્યા તો ખૂબ જ સામાન્ય થઇ જાય છે. તેની સાથે જ કોરોનાના કારણે પણ તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઇએ. જો તમે સવારની શરૂઆત ચાની સાથે કરો છો તો એવામાં એવી ખાસ ટી વિશે જાણો જેના પીવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને સાથે જ તમારું મન પણ સારું રહેશે.
મોટાભાગના લોકો પોતાના દિવસની શરૂઆત ટીની સાથે કરે છે તો કેટલાક લોકો નાસ્તાની પહેલા અથવા તો નાસ્તો કર્યા બાદ તેનું સેવન કરે છે. ચાની લત એવી છે કે કેટલાક લોકોના દિવસની શરૂઆત તેના વગર થઇ શકતી નથી. એવામાં જો તેઓ ચા ન પીવે તો તેમને માથાનો દુખાવો અથવા તો અન્ય પ્રકારની મુશ્કેલીઓ થવા લાગે છે. તમારા શરીરમાં એનર્જી જાળવી રાખવા માટે તમે હર્બલ ટી પી શકો છો તે બધી રીતે ફાયદાકારક છે અને તમારા સ્વાસ્થ્યનું પણ ખૂબ ધ્યાન રાખે છે. જાણો, તમારે કઇ હર્બલ ટી પોતાના ડાયેટમાં સામેલ કરી શકાય છે.
ગ્રીન ટી
ગ્રીન ટી વિશે તો બધા જાણે જ છે કે તે કેટલી ફાયદાકારક હોય છે. આટલું જ નહીં તેના પીવાથી તમારું વજન પણ ઓછું થાય છે અને તેનું દરરોજ સેવન કરવાથી તમે કેન્સર જેવી બીમારીઓથી લડી શકો છો. ગ્રીન ટીને હાડકાં માટે પણ ઘણું ફાયદકારક માનવામાં આવે છે.
વ્હાઇટ ટી
વ્હાઇટ ટી પણ ખૂબ જ સારી હર્બલ ચા છે અને તે ખૂબ જ ખાસ Camellia sinensis plantમાંથી બને છે. આટલું જ નહીં વ્હાઇટ ટી ત્વચાની કરચલીઓને ઓછી કરવામાં પણ ફાયદાકારક માનવામાં આવે છે. સ્કીન માટે લાભદાયી હોય છે. વ્હાઇટ ટીમાં એન્ટી એન્જિંગ ગુણ મળી આવે છે. જે હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરી શકે છે.
લેમન ટી
લેમન ટી પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. લેમન ટી મોંઢાની દૂર્ગંધને ઘટાડવામાં પણ સહાયક માનવામાં આવે છે. લેમન ટી ગળાની ખારાશ અને પેટની સમસ્યાઓ માટે લાભદાયી હોઇ શકે છે.
રોઝ ટી
રોઝ ટીમાં વિટામિન એ, વિટામિન બી3, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઇના ગુણ મળી આવે છે. જે તમારા સ્વાસ્થ્યની સાથે-સાથે ત્વચાને નિખારવામાં મદદ કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.