કૃષ્ણાએ આપી સોશ્યલ મિડીયા પર હિન્ટ,આ શૉ ની થવાની છે વાપસી, રોહીત શેટ્ટી અને સારા સાથે વીડિયો

કપિલને દિકરો આવ્યો ત્યારે તેણે અનાઉન્સ કર્યુ હતુ કે તે શોમાંથી બ્રેક લઇ રહ્યો છે અને પોતાની પત્ની તેમજ બાળક સાથે સમય પસાર કરવા માગે છે, કારણકે દીકરી અનાયરાના જન્મ વખતે પણ તે શોના શૂટિંગમાં એટલો બિઝી હતો કે તે પોતાની દીકરી સાથે સમય વ્યતિત નહોતો કરી શકતો.

કપિલ શર્માની ટીવી પર વાપસી થઇ રહી છે તેની જાણકારી કૃષ્ણા અભિષેકે સોશ્યલ મિડીયા થકી આપી છે. કૃષ્ણાએ ઇન્સ્ટા પર શૅર કરેલી એક પોસ્ટમાં ઇશારો કર્યો છે. તેની આ પોસ્ટમાં રણવીર, સારા અને રોહિત શેટ્ટી નજર આવી રહ્યાં છે….

પોસ્ટની સાથે સાથે કૃષ્ણા અભિષેકે લખ્યુ છે કે, અમારો પહેલો એપિસોડ, તે સમયે હું ખુબ એક્સાટેડ હતો અને નર્વસ પણ. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતુ કે કોમેડી શો 21 જુલાઇથી ઓન એર થશે અને 15 મેથી શૂટિંગ શરૂ કરી દીધુ હતુ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.