અહીં મુગલ બાદશાહ ઔરંગજેબે શ્રી ગુરુ તેજ બહાદુરનું ગળુ કપાવ્યુ હતુ,આ સ્મારકમાં ગુરુના ત્યાગ અને બલિદાનની જાણકારી હશે

પીએમ મોદી અચાનક ગુરુદ્વારા પહોંચ્યા. આ દરમિયાન તેમની સાથે કોઈ વિશેષ સુરક્ષા નહોંતી દેખાઈ અને કોઈ વિશેષ સુરક્ષા માર્ગથી ગુરુદ્વારા પહોંચ્યા હતા

શીખના નૌર્વે ગુરુ શ્રી  ગુરુ તેજ બહાદુરના 400માં પ્રકાશ પર્વના સમાપન કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે  ગુરુદ્વારા શ્રી શીશગંજ સાહિબ પહોંચ્યા હતા.

આ વિશાલકાય સ્મારકમાં ગુરુના ત્યાગ અને બલિદાનની જાણકારી હશે. સેન્ટ્રલ વર્જ પર આને 40 ફુટ ઉંચાઈ અને 25 ફુટ પહોળાઈમાં બનાવવામાં આવ્યું છે. આનાથી જાડાઈ 7 ફુટ છે.

જાણકારોનું માનવુ છે કે આ સમયે જ્યાં શીશગંજ ગુરુદ્વારા બનાવ્યુ છે ત્યાં મુગલ બાદશાહ ઔરંગજેબના કહેવા પર જલ્લાદે શ્રી ગુરુ તેજ બહાદુરની સાથે તેમના શિષ્યોનું ગળુ કાપી નાંખ્યું હતુ. ઔરંગજેબ તરફથી ધર્મપરિવર્તનના નામ પર અનેક પ્રકારની લાલચો આપવામાં આવી હતી અને બાદમાં ગુરુ તેજ બહાદુરના સામે તેમના શિષ્યોને મોતના ઘાટે ઉતાર્યા હતા, આ બાદ તેમને સ્પષ્ટ કહ્યુ હતુ કે માથુ કપાવી શકે છે પણ કેશ નહીં

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.