કેટલાક બજાર વિશ્લેષકોનું કહેવું છે કે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર મંદીના વાદળ છવાયા છે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર, માગમાં ઘટાડો અને નકારાત્મક સંકેતોને પગલે વૈશ્વિક બજાર હાલ મુશ્કેલ સમયથી પસાર થઈ રહ્યા છે. પરંતુ બીજી તરફ એક એવા સમાચાર આવ્યા છે. જે ચોંકાવનારા છે.
મીડિયા રિપોર્ટ મુજબ દુનિયાની બીજી સૌથી મોટી સ્માર્ટફોન કંપની હુવાવે(Huawei) તેના કર્મચારીઓની ટીમને 28.6 કરોડ ડોલર(2044 કરોડ રૂપિયા)નું બોનસ આપશે. આ બોનસ કંપની અમેરિકી પ્રતિબંધની મુશ્કેલીઓને દૂર કરવાના પ્રયાસમાં જોડાયેલ તેના કર્મચારીઓને આપશે. રિપોર્ટ પ્રમાણે આ બોનસ કંપનીની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ટીમને મળી શકે છે. જે કંપનીની યુએસ પર નિર્ભરતાને શિફ્ટ કરવા માટે કામ કરી રહી છે.
સૂત્રો પ્રમાણે બોનસ ઉપરાંત હુવાવે તેના લગભગ 1.90 લાખ કર્મચારીઓને આ મહિને બે ગણો પગાર પણ આપશે. રિપોર્ટ પ્રમાણે અમેરિકાએ હુવાવાને મે મહિનામાં બ્લેકલિસ્ટ કરી હતી. તેથી હવે કંપની અમેરિકી હાર્ડવેયરનો વિકલ્પ શોધી રહી છે. અમેરિકાએ ત્યાંની કંપનીઓ સાથે કારોબાર કરવા પર રોક લગાવી હતી. અમેરિકાની દલીલ હતી કે હુવાવેના પ્રોડક્ટથી સુરક્ષાને જોખમ છે. જોકે બીજી તરફ કંપનીએ આ દાવાઓને નકાર્યા છે. રિપોર્ટ મુજબ હુવાવે તેના પ્રોડક્ટના પ્રમુખ પાર્ટ્સની સપ્લાઇ માટે અમેરિકન કંપનીઓ પર નિર્ભર છે. પરંતુ હવે કંપની તેનો વિકલ્પ શોધી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.