આ સમગ્ર પરિવારના સભ્યો કોરોનાની ઝપેટમાં,ઘરમાં જ થયા ક્વોરન્ટાઈન,જરૂરી ઉપાયો શરૂ

નીલ નીતિન મુકેશે પોતાના અને સમગ્ર પરિવારના કોરોના સંક્રમિત થયાની જાણકારી પોતે સોશ્યલ મીડિયાની મદદથી આપી છે. તેઓએ એક પોસ્ટ શેર કરી છે અને કહ્યું છે કે પરિવારના દરેક લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

નીલ નિતિન મુકેશે પોતાના અધિકૃત ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં લખ્યું છે કે દરેક જરૂરી સાવધાનીની સાથે ઘરમાં રહેવું, દુર્ભાગ્યથી મારા પરિવારના સભ્યો  અને મને કોરોના સંક્રમણ થયું છે. અમે દરેક જરૂરી પ્રોટોકોલનું પાલન કરી રહ્યા છીએ અને સાથે ડોક્ટરની સલાહ અનુસારની દવા લઈ રહ્યા છીએ.

આ પોસ્ટની સાથે નીલ નિતિન મુકેશે કેપ્શનમાં લખ્યું છે કે તમારા પ્રેમ અને આર્શીવાદની જરૂર છે. મહેરબાની કરીને સ્થિતિને હળવાશમાં ન લો. સોશ્યલ મીડિયા પર નીલ નિતિન મુકેશની આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે.

સામાન્ય લોકો તો ઠીક તમામ પ્રોટેક્શનમાં રહેનારા અનેક સેલેબ્સ પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. ગયા મહિને રણબીર કપૂર, કાર્તિક આર્યન, આલિયા ભટ્ટ, ગોવિંદા, આર માધવન, બપ્પી લહેરી, અક્ષય કુમાર, આમીર ખાન, કેટરિના કેફ અને વિક્કી કૌશલ સહિતના અનેક કલાકારો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.