ભારતીય બેન્કિંગ ક્ષેત્રની મુખ્ય યુનિયનોએ આઠ જાન્યુઆરી 2020ને કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા આયોજિત સામાન્ય હડતાલમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો છે. આ જાણકારી અખિલ ભારતીય બેન્ક કર્મચારી સંઘના એક શીર્ષ નેતાએ આપી. એક નિવેદનમાં એઆઇહીએના મહાસચિલ સી.એચ વેંકટચલમે કહ્યું કે 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ આઠ જાન્યુઆરીએ રાષ્ટ્રવ્યાપી સામાન્ય હડતાલનું આહવાન કર્યું છે.
જેમા તેમણે કહ્યું છે કે આ હડતાલ કેન્દ્ર સરકારની મજૂર વિરોધી નીતિઓ વિરુદ્ધ જશે. જેમા નોકરીઓની સુરક્ષા, રોજગાક સૃજન અને શ્રમ કાયદામાં સંશોધન બંધ કરવા સંબંધિત માંગ રાખવામાં આવશે.
વેંકટચલમ અનુસાર આ હડતાલમાં સામેલ થનારા બેકિંગ ક્ષેત્રથી જોડાયેલી પ્રમુખ યુનિયન એઆઇબીએ, એઆઇબીઓએ, બીએએફઆઇ, આઇએનબીઇએફ અને આઇએનબીઓશી હશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.