રાજ્યના અપરએર સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી,આ તારીખે પડી શકે છે વરસાદ ગુજરાતમાં ચોમાસાની દસ્તક

ગુજરાતમાં 16 થી 20 જૂનની વચ્ચે ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થઈ શકે છે તેમજ અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે અને સાથે વરસાદ પણ પડી શકે છે અમદાવાદમાં 17 થી 19 જૂન દરમિયાન વરસાદની આગાહી કરવામા આવી છે.

આ તરફ 16 થી 18 જૂન દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવનાઓ સેવવામાં આવી રહી છે કચ્છને બાદ કરતા જૂનના અંત સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસુ બેસી જશે તેવું હવામાન વિભાગના સુત્રએ જણઆવ્યું છે તો સાથે દરિયા કિનારે વરસાતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ અપાઈ છે.હવામાન વિભાગની આગાહી અનુસાર પણ 17-18 જૂનની આસપાસ ચોમાસું રાજ્યમાં બેસી જશે હવામાન વિભાગના મતે 16 જૂને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસી શકે છે સમગ્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 18 જૂન સુધી ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, મુંબઈમાં વરસી રહેલા વરસાદને કારણે રાજ્યના અપરએર સર્ક્યુલેશન સક્રિય થઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના નહીવત દેખાઈ રહી છે.

આગામી 17 થી 18 જૂને સુરત, વલસાડ, નર્મદા, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, તાપી, ડાંગ નવસારી અને દાદરા નગર હવેલી મધ્યમ વરસાદ પડી શકે છે. ત્યારબાદ 17 જૂન અને ત્યારબાદ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરત, તાપી, ડાંગ, અમરેલી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.