મેડિકલ કોલેજના બ્લડ એન્ડ ટ્રાન્સફ્યૂજન ડિપાર્ટમેન્ટની સ્ક્રીનિંગમાં 7 ટકા લોકોમાં વેક્સિન લગાવ્યા બાદ પણ એન્ટીબોર્ડી નથી બની શકવાના કેસ સામે આવ્યા છે. આ ટેસ્ટથી ચિકિત્સક હૈરાન છે.
અત્યાર સુધીમાં લગભગ 1 હજાર લોકોના ટેસ્ટ પર એન્ટીબોડી તપાસ થઈ ચૂકી છે. હજુ લગભગ 4 હજાર લોકોનું મેડિકલ ચેકઅપ બાકી છે.
ટેસ્ટમાં એ વાત સામે આવી છે કે 7 ટકા લોકોમાં રસીના બે ડોઝ બાદ પણ એન્ટીબોડી નથી બની શકી. બ્લડ એન્ડ ટ્રાન્સફ્યૂજન વિભાગની વિભાગાધ્યક્ષ તૂલિકા ચંદ્રાના જણાવ્યાનુસાર આ મામલામાં હજું વધારે રિસર્ચની જરુર છે.
તેમણે કહ્યુ કે અમે લોકોના 4 હજાર હેલ્થ વર્કર્સનું સ્ક્રિનિંગ કરી એન્ટીબોડી ચેક કરી રહ્યા છીએ. આવું પહેલીવાર થઈ રહ્યુ છે. અમે અત્યાર સુધીમાં 1 હજાર લોકોનું એન્ટીબોડી સ્ક્રિનિંગ કર્યુ જેમાંથી લગભગ 7 ટકા લોકોમાં એન્ટીબોડી બની નથી. તેમનું રસીકરણ થઈ ચૂક્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.