આ વખતની શિવરાત્રી છે ખાસ,મહાશિવરાત્રી પર કરી લો પૂજા

શિવ પર્વ આ વર્ષે વધુ ખાસ થવા જઇ રહ્યુ છે. મહાશિવરાત્રિનું પર્વ 11 માર્ચના રોજ છે અને જ્યોતિષો અનુસાર 101 વર્ષ પછી આ તહેવાર પર વિશેષ સંયોગ બની રહ્યો છે.

જ્યોતિષીઓનું કહેવુ છે કે મહાશિવરાત્રિના દિવસે શિવયોગ, સિદ્ધિયોગ અને ઘનિષ્ઠા નક્ષત્રનો સંયોગ આવવાથી તહેવારનું મહત્વ વધુ સારુ થઇ જાય છે.

11 માર્ચ ગુરુવારે ત્રયોદશી અને ચતુર્દશી મળી રહ્યા છે. આ દિવસે શિવયોગ, સિદ્ધિયોગ અને ઘનિષ્ઠા નક્ષત્ર મળી રહ્યાં છે. હિન્દુ ધર્મની માન્યતા અનુસાર ભગવાન શિવ અને માતા પાર્વતીનો વિવાહ આ દિવસે જ થયા હતા.

મહાશિવરાત્રિ પર શિવલિંગને ગંગાજળ, દૂધ, ઘી, મધ અને સાકર મિક્સ કરીને સ્નાન કરાવવામાં આવે છે.

ત્રણ સંયોગનુ મૂર્હુત
11 માર્ચે સવારે 9.24 સુધી શિવ સંયોગ છે. તે બાદ સિદ્ધિ યોગ જે12 માર્ચ સવારે 8.23 સુધી રહેશે. રાત્રે  9.45 સુધી ઘનિશષ્ઠા નક્ષત્ર રહેશે.

ધતુરાના ફૂલ અને ચોખા પણ ઉમેરો બાદમાં તે શિવલીંગ પર ચડાવો. જો તમે મંદિર જઇ શકો તેમ નથી તો ઘરમાં જ માટીનુ શિવલીંગ બનાવીને તેના પર અભિશેક કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.