NIVના પૈથોજેનિસિટીની તપાસ કરીને જણાવ્યું છે કે આ વેરિએન્ટ ગંભીર રુપથી બિમાર કરી શકે છે. સ્ટડીમાં વેરિએન્ટની વિરુદ્ધ રસી અસરદાર છે કે નહીં તેને લઈને સ્ક્રિનિંગની જરુરિયાત દર્શાવાઈ છે.
NIVની આ સ્ટડી ઓનલાઈન bioRxivમાં છપાઈ છે. જો કે NIV પૂણેની જ વધુ એક સ્ટડી કહે છે કે કોવેક્સિન આ વેરિએન્ટની વિરુદ્ધ અસરકારક છે.
સ્ટડી અનુસાર B.1.1.28.2 વેરિએન્ટે સંક્રમિત સીરિયાઈ ઉંદર પર અનેક પ્રકારના પ્રતિકુળ પ્રભાવ દર્શાવ્યા છે. જેમાં વજન ઓછુ થવુ, શ્વાસન તંત્રમાં વાયરસની કોપી બનાવવી, ફેફસામાં ઘા અને તેમાં ભારે નુકસાન થયું હોવાનું જોવા મળ્યું છે. સ્ટડીમાં SARS-CoV-2ના જીનોમ સર્વિલન્સની જરુરિયાત પર ભાર મુક્યો છે.
બીજી લહેરની પાછળ સૌથી મોટુ કારણ ડેલ્ટા વેરિએન્ટ (B.1.617) છે. ડેલ્ટા વેરિએન્ટ પહેલા મળેલ આલ્ફા વેરિએન્ટ (B.1.1.7)થી 50 ટકાથી વધારે લોકો સંક્રમિત થાય છે. ડેલ્ટા વેરિએન્ટ તમામ રાજ્યોમાં મળ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.