જ્યોતિષીઓના કહેવા મુજબ, આ વર્ષે, બે ચંદ્રગ્રહણ અને બે સૂર્ય ગ્રહણ થવાના છે

ગ્રહણની દ્રષ્ટિએ પણ નવું વર્ષ ખૂબ જ વિશેષ બનવા જઈ રહ્યું છે. એવું જ્યોતિષીઓ કહે છે આ વખતે બે ચંદ્રગ્રહણ  અને બે સૂર્ય ગ્રહણ  થવાના છે.

2021 નું પ્રથમ સૂર્યગ્રહણ-
2021 માં કુલ બે સૂર્યગ્રહણ છે. વર્ષના મધ્યમાં પ્રથમ સૂર્યગ્રહણ એટલે કે 10 જૂન 2021ના સૂર્ય ગ્રહણ થશે. આ ગ્રહણ ઉત્તર અમેરિકાના ઉત્તરીય ભાગમાં, યુરોપ અને એશિયામાં આંશિક દેખાશે, જ્યારે ઉત્તર કેનેડા, ગ્રીનલેન્ડ અને રશિયામાં પૂર્ણ સૂર્ય ગ્રહણ દેખાશે જેની વધુ અસર થશે.

2021 નું બીજું સૂર્યગ્રહણ –
2021નું બીજું સૂર્યગ્રહણ 4 ડિસેમ્બર 2021ના ​​રોજ થશે. આ ગ્રહણની અસર એન્ટાર્કટિકા, દક્ષિણ આફ્રિકા, એટલાન્ટિકનો દક્ષિણ ભાગ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ અમેરિકામાં હશે. ભારતમાં આ સૂર્યગ્રહણ નહીં દેખાય.

2021નું પ્રથમ ચંદ્રગ્રહણ –
2021નું પ્રથમ ચંદ્રગ્રહણ 26 મે, બુધવાર 2021ના ​​રોજ થશે. આ ગ્રહણ બપોરે 2:00 વાગ્યાની આસપાસ શરૂ થશે જે સાંજે 07 કલાક 19 મિનિટ સુધી રહેશે. આ એક સંપૂર્ણ ચંદ્રગ્રહણ હશે જે પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા, પેસિફિક મહાસાગર અને અમેરિકામાં સંપૂર્ણ ચંદ્રગ્રહણ દેખાશે.

2021 નું બીજું ચંદ્રગ્રહણ – 2021 નું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ શુક્રવાર, 19 નવેમ્બરના રોજ થશે. ગ્રહણ બપોરે સાડા અગિયાર વાગ્યે સાંજે 05 મિનિટ સુધી ચાલશે. આ એક આંશિક ચંદ્રગ્રહણ હશે, જે ભારત, અમેરિકા, ઉત્તરી યુરોપ, પૂર્વ એશિયા,ઓસ્ટ્રેલિયા અને પેસિફિક મહાસાગર ક્ષેત્રમાં દેખાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.