હવામાનની જાણકારી આપતી ખાનગી સંસ્થા સ્કાયમેટ વેધરે ભારતમાં આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન વરસાદ 907 મિમી. એવરેજ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. પૂર્વાનુમાન કરતાં વેધર એજન્સી સ્કાયમેટે જણાવ્યું કે આ વર્ષે સામાન્યથી સારો વરસાદ થશે. પૂર્વાનુમાન મુજબ ભારતના દક્ષિણી પશ્ચિમી વિસ્તારમાં જૂનથી સપ્ટેમ્બર ચાર મહિના દરમિયાન 103 ટકા વરસાદ થવાનો અંદાજ છે.
સરેરાશ 880.6 મિમી વરાસદને આધાર માનીને સ્કાયમેટે 96 ટકાથી 104 ટકા વરસાદ ને સામાન્ય વરસાદ કહેવામાં આવે છે. વર્ષ 2019માં આ 110 ટકા અને વર્ષ 2020માં 109 ટકા વરસાદ રહ્યો હતો.
સ્કાયમેટના અંદાજ મુજબ આ વર્ષે ભારતમાં ચોમાસુ સારું રહેશે. જેમાં જૂન મહિનામાં 177 મિમી. વરસાદ થઈ શકે છે. તો જુલાઈમાં 277 મિમી અને ઓગસ્ટમાં 258 મિમી વરસાદ થવાની સંભાવના છે.
સપ્ટેમ્બરમાં 197 મિમી વરસાદ થવાની આશા છે. જૂનમાં બિહાર અને પશ્ચિમ બંગાળમાં સારા વરસાદની આશા છે. આ વર્ષે જે વિસ્તારોમાં ગત વર્ષે સામાન્ય વરસાદ થયો હતો. ત્યાં આ વખતે સારા વરસાદની આશા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.