વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ વાતની જાણકારી બુધવારે આપી છે. સ્વાસ્થ્ય એજન્સીનું માનવું છે કે ભારતમાં તેજીથી વધતા સંક્રમણના મામલાની પાછળ B.1.617 વેરિએન્ટ જવાબદાર છે.
WHOએ કહ્યુ કે કોવિડ 19ના રોજ B.1.617 વેરિએન્ટ who ના તમામ 6 ક્ષેત્રોમાં 44 દેશોમાંથી એક ઓપન એક્સેસ ડેટાબેસમાં અપલોડ થયા 4500 થી વધારે સેમ્પલ જોવા મળ્યા છે. ભારતમાં પહેલી વાર આ વેરિએન્ટ ગત ઓક્ટોબરમાં મળ્યા હતા. મહામારી પર સાપ્તાહિક અપડેટમાં ડબ્લ્યૂએચઓએ કહ્યુ WHOને 5 વધારે દેશોમાં પણ મામલામાં રિપોર્ટ્સ મળ્યા છે.
આ વેરિએન્ટ્સ વાસ્તવિક રુપથી વધારે ખતરનાક માનવામાં આવ્યો હતો. કેમ કે તે કાંતો ઝડપથી ફેલાઈ શકે છે અથવા રસીની સુરક્ષાથી બચીને નીકળવામાં સક્ષમ છે. WHOએ બુધવારે જણાવ્યુ કે B.1.617ને યાદીમાં એટલા માટે જોડવામાં આવ્યો હતો. કેમ કે આ વાસ્તવિક વાયરસથી વધારે સંક્રમક નજર આવી રહ્યો હતો.
130 કરોડથી વધારે વસ્તી વાળા ભારતમાં કોરોના મહામારીથી વિશ્વનો બીજો સૌથી વધારે અસરગ્રસ્ત દેશ છે. પહેલા સ્થાન પર અમેરિકાનું નામ આવે છે. ભારતમાં ગત અનેક અઠવાડિયામાં રોજ 3 લાખથી વધારે મામલા સામે આવી રહ્યા છે. ત્યારે લગભગ 4 હજાર લોકોના જીવ જઈ રહ્યા છે. વાયરસની બીજી લહેરે રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈ જેવા મોટા શહેર પર પણ પકડ મજબૂત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.