અમદાવાદ સહિત રાજ્યના છ મહાનગરોની ચૂંટણી આ વર્ષના અંતે યોજવી અશક્ય હોવાનું શહેરી વિકાસ વિભાગ તેમજ રાજ્ય ચૂંટણી પંચ માને છે. સરકારે તાજેતરમાં જ મહાનગરોની હદમાં વધારો કરતું નોટિફિકેશન બહાર પાડ્યું છે તેથી નવી મતદાર યાદી તેમજ ચૂંટણીલક્ષી કામગીરી પૂર્ણ કરવામાં વિલંબ થાય તેવી સંભાવના છે. એ ઉપરાંત કોરોના સંક્રમણના કેસો વધતાં ચૂંટણી પંચ કાર્યક્રમ જાહેર કરી શકે તેવી હાલતમાં નથી.
રાજ્ય ચૂંટણી પંચના સૂત્રોએ કહ્યું હતું કે કોરોના સંક્રમણના કારણે પણ મહાનગરોની ચૂંટણી યોજવી અશક્ય છે. જો કે નગરપાલિકા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી યોજવાની સંભાવના અમે ચકાસી રહ્યાં છીએ. ગુજરાતમાં સપ્ટેમ્બરમાં જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ ઓક્ટોબરમાં પાલિકા અને મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજવાનું નિર્ધારિત કરવામાં આવેલું છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં જો 14 દિવસ સુધી કોરોનાનો એકપણ કેસ પોઝિટીવ ન આવે તો ચૂંટણી યોજાઇ શકે છે પરંતુ હાલના સંજોગોમાં કોરોના સંક્રમણના વધતા કેસો જોતાં એવી સ્થિતિ સપ્ટેમ્બર સુધી આવી શકે તેમ નથી. મુદ્દત પૂર્ણ થતાં સરકાર મહાનગરોમાં વહીવટદાર મૂકી શકે છે, કેમ કે તેની મુદ્દતો પૂર્ણ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.