આ વર્ષે આકરા શિયાળા માટે તૈયાર રહેવુ પડશેઃ હવામાન વિભાગ

 મહિનાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને વહેલી સવારે તથા મોડી રાતે ઠંડીનો હળવો ચમકારો અનુભવાઈ રહ્યો છે.બદલાઈ રહેલા મોસમ વચ્ચે આ વર્ષે શિયાળો ભારે આકરો રહેશે તેમ ભારતીય હવામાન વિભાગનુ અનુમાન છે.

વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે, આ વર્ષે લા નીનાની અસરના કારણે શિયાળામાં ભારે ઠંડી પડે તેવી શક્યતા છે.લા નીનાના નબળા પડવાનીકારણે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે વધારે ઠંડી પડશે.ગયા વર્ષે લા નીનાનુ જોર હતુ અને તેના કારણે પ્રમાણમાં ઓછી ઠંડી પડી હતી.

લા નીના એક સમુદ્રી પ્રક્રિયા છે.જેમાં દરિયામાં ઠંડા કે ગરમ પાણીનો પ્રવાહ વહબેતો હોય છે.આ વર્ષે લા નીનાની અસર નબળી પડવાની હોવાથી દરિયામાં પાણી ઠંડુ રહેશે અને તેના કારણે હવાઓ પર તેની અસર દેખાશે.વધારે ઠંડી અનુભવાશે અને તાપમાન પર પણ તેનો પ્રભાવ પડશે.

દેશમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમસાએ આખરે બુધવારે વિદાય લીધી છે.આ વર્ષે ચોમાસુ લાંબુ રહ્યુ હતુ.જેના કારણે ભારતના કેટલાક વિસ્તારોમાં ભઆરે વરસાદ પડ્યો હોત.સાથે સાથે ઉત્તર પૂર્વના ચોમસાની શરુઆત થઈ ચુકી છે.જેના કારણે તામિલનાડુ, પોંડીચેરી, કર્ણાટક, કેરલ અને આંધપ્રદેશમાં ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.