આ વર્ષે મેં નિર્ણય લીધો છે કે હું કોઈ પણ હોળી મિલન સમારોહમાં સામેલ નહીં થાઉં- નરેન્દ્ર મોદી, જાણો શું છે કારણ

અનેક દેશોમાં કહેર મચાવ્યા બાદ કોરોનાવાયરસ હવે ભારત માં પણ પગ ફેલાવી રહ્યો છે. ભારતમાં અત્યાર સુધી તેના 6 કેસની પુષ્ટિ થઈ છે. કોરોનાવાયરસના ડરની વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે તેનો સામનો કરવા માટે તમામ તૈયારી કરી લીધી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાવાયરસના કારણે હોળી મિલન સમારોહ માં સામેલ ન થવાનો નિર્ણય લીધો છે.

નોંધનીય છે કે, કોરોનાવાયરસથી અત્યાર સુધી દુનિયાભરમાં 3 હજારથી વધુ લોકોનાં મોત થયા છે. બીજી તરફ, ભારતમાં કોવિડના સંક્રમણની સંખ્યા 21 થઈ ગઈ છે. પહેલા 6 મામલાની પુષ્ટિ થઈ હતી. પછી મંગળવારે ભારતના પ્રવાસે આવેલા ઈટલીના 21 નાગરિકોમાંથી 14 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. તેમની સાથેના એક ભારતીય પણ કોરોનાથી સંક્રમિત હોવાના અહેવાલ સામે આવ્યા છે.

બીજી તરફ, નોઇડામાં કોરોનાવાયરસના સંદિગ્ધ ત્રણ બાળકો સહિત જે 6 લોકોનાં નમૂના લેવામાં આવ્યા હતા તેમની તપાસ નેગેટિવ આવી છે. જોકે, હજુ તમામ 6 લોકોને 14 દિવસ માટે પોતપોતાના ઘરમાં અલગ રાખવા માટે કહેવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે જો તેમનામાં કોવિડ-19 (COVID-19)ના લક્ષણ જોવા મળે છે તો તેમના નમૂનાઓની ફરી તપાસ કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.