આ વ્યક્તિએ હેલ્પલાઈન નંબર પર કર્યો ફોન,ચાર વર્ષ પહેલાં દીકરીના સસરા સાથે થયો પ્રેમ

શાંતાબેન દીકરીના ઘરે ડિલિવરી વખતે તેના ઘરે આવતા આંખ મળી ગઈ હતી બાદમાં જમાઈનુ મોત થતા મહિલાએ દીકરીને બીજે પરણાવી પોતે પૂર્વ વેવાઈ સાથે રહેવા લાગી હતી.

દીકરીના બીજા લગ્નમા સાસરિયાઓ મારપીટ કરતા પરત આવી હતી. દીકરીને માતા તેના પૂર્વ સસરા સાથે રહે તે પસંદ ન હોવાથી ઘરે પરત લેવા આવી હતી. પરંતુ મહિલા સાથે રહેવા તૈયાર ન હતી અને દીકરી દબાણ કરતા મહિલા હેલ્પલાઇન 181ની મદદ લીધી હતી.

દરમ્યાનમાં દીકરીના સસરા સાથે મહિલાને આંખ મળી ગઈ હતી અને પ્રેમસંબંધ બંધાયો હતો. દોઢ વર્ષ પહેલાં જમાઈનું દારૂના વ્યસનના કારણે મોટ થતા મહિલાએ દીકરીના મરજી વિરુદ્ધ બીજા લગ્ન કરાવી દીધા હતા અને પોતે દીકરીના પૂર્વ સસરા સાથે રહેવા લાગ્યા હતા.

સમાજમાં ખરાબ વાતો થતી હોવાનુ પણ દીકરીએ કહ્યું હતું છતાં બંને માનતા ન હતા. છેવટે દીકરીએ આત્મહત્યાની ધમકી આપી હતી. મહિલા હેલ્પલાઇનની ટીમે ત્રણેયને સમજાવ્યા હતા. દીકરીના પૂર્વ સસરાને સમજાવ્યા હતા કે કોઈ કાયદાકીય પ્રોસેસ વગર મહિલા સાથે સંબંધ રાખવો ગુનો છે અને મહિલા અને દીકરીને પણ સમજાવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.