આ બેન્કના ખાતેદાર ચેતજો-RBIએ કર્યો આદેશ એક પણ ગ્રાહક નહીં ઉપાડી શકે રૂપિયા, 20000 કરોડ સલવાયા

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મુંબઈ સ્થિત પંજાબ એન્ડ઼઼ મહારાષ્ટ્ર કોઓપરેટીવ બેંક(પીએમસી) બેંકના થાપણદારો પર તેમના ખાતામાંથી ઉપાડ કરવા પર અંકુશો લાદી દીધા છે. રિઝર્વ બેંકના આદેશ મુજબ થાપણદારો હવે તેમના દરેક બચત બેંક ખાતા અથવા ચાલુ ખાતા અથવા અન્ય કોઈપણ થાપણ ખાતામાં કોઈપણ નામના ખાતામાંથી કુલ થાપણના રૂ.1000 એટલે કે એક હજારથી વધુ રકમનો ઉપાડ નહીં કરી શકે.

પીએમસી બેંકનું લાઈસન્સ રદ થયું એવું નથી

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ અલબત એ જણાવ્યું છે કે, થાપણ ઉપાડ પર અંકુશો એટલે પીએમસી બેંકનું લાઈસન્સ રદ થયું એવું નથી. પીએમસી તેનો બેંકિંગ બિઝનેસ નવા આદેશો કે નોટીસ સુધી અંકુશો સાથે ચાલુ રાખી શકશે. સંજોગો પ્રમાણે રિઝર્વ બેંક તેમના આદેશોમાં બદલાવ કરી શકે છે. આ અંકુશો 23, સપ્ટેમ્બરના બેંકનો બિઝનેસ બંધ થયાથી છ મહિના માટે રહેશે.

રિઝર્વ બેંકના આદેશો મુજબ શહેરી સહકારી બેંક પીએમસી બેંક હવે કોઈપણ લોનો કે ધિરાણો આપી શકશે નહીં કે રીન્યુ નહીં કરી શકે અને કોઈપણ ફંડનું બોરોઈંગ અથવા નવી થાપણો સ્વિકારી નહીં શકે અને કોઈપણ ચૂકવણી કરી નહીં શકે અને આ કોઈપણ ચૂકવણી કરવાની મંજૂરીઓ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની આગોતરી પરવાની વિના નહીં આપી શકે.

બેન્કની તમામ લેવડ દેવડ પર રિઝર્વ બેન્ક નજર રાખવાની છે. જેની અસર બેન્કના ખાતેદારો પર પણ પડવાની છે. બેન્કના ખાતેદારો પોતાના સેવિંગ, કરંટ કે બીજા કોઈ પણ ડિપોઝીટ એકાઉન્ટમાંથી 1000 રુપિયાથી વધારે રકમ ઉપાડી નહીં શકે. 31 માર્ચ 2019ના રોડ બેન્કની કૂલ થાપણ રૂપિયા 11,617.34 કરોડ હતી અને એડવાન્સ રૂપિયા 8,383.33 કરોડ હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.