ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે,એક હજાર જરૂરતમંદ વિદ્યાર્થીઓને, સ્કોલરશીપ સાથે આશીર્વાદ આપતા, જણાવ્યું હતું કે…..

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અમદાવાદની યુવા અનસ્ટોપેબલ સંસ્થા દ્વારા દેશભરમાંથી પસંદ કરેલા એક હજાર જરૂરતમંદ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ સાથે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, દેશમાં પ્રતિભાઓની કમી નથી. પરંતુ અવસરના અભાવે આવી પ્રતિભા પાંગરતી નથી.

યુવા અનસ્ટોપેબેલ સંસ્થા ને કોર્પોરેટ જગતના સહયોગીઓ દ્વારા આવી પ્રતિભાઓને શોધીને તેમના વિકાસ માટે જે સહયોગ આપવામાં આવે છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે.

રાજ્યપાલે આ તકે જણાવ્યું હતું કે, સમાજના જરૂરતમંદ પ્રતિભાશાળી બાળકોને પોતાના બાળકની જેમ સુવિધા આપવી તેમના ઉત્કર્ષની ચિંતા કરવી એ ઇશ્વરીય કાર્ય છે

યુવા અનસ્ટોપેબલ સંસ્થા દ્વારા રૂપિયા બે લાખથી ઓછી આવક ધરાવનારા પરિવારોના દેશભરના 10 હજાર બાળકોની પ્રતિભા કસોટી લઇને તેમાંથી ધો. 10માં 80 ટકાથી વધુ ગુણ મેળવનારા એક હજાર બાળકોની પસંદગી કરી ધો.11થી કોલેજ શિક્ષણ સુધીના છ વર્ષ સુધી આર્થિક સહાય અને મેન્ટર બનીને બાળકોના સર્વાંગી વિકાસની જવાબદારી સ્કોલરશીપ સ્વરૂપે સ્વીકારી છે. તેમના આ કાર્યમાં દેશભરના કોર્પોરેટ જગતના મહાનુભાવોનું આર્થિક યોગદાન મળી રહે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.