બીટીપીના આદિવાસી નેતા અને પોતાના વિસ્તારમાં વગ ધરાવતા છોટુ વસાવાએ આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સરકારને આડેહાથ લીધી હતી જેના જવાબમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પણ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.
- છોટુ વસાવાને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો જવાબ
- ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું ”આ ફરજ સરકારની નહીં સમાજની છે”
- છોટુ વસાવા જે આજે કહે છે તે હું 2013થી કહેતો આવ્યો છું: ચુડાસમા
વિશ્વ આદિવાસી દિવસ નિમિતે છોટુ વસાવાએ સરકાર પર પ્રહાર કર્યા. છોટુ વસાવાએ કહ્યું કે સરકાર આદિવાસી શબ્દ ભૂસવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ હું યુવાનોને કહીશ કે આદિવાસી શબ્દને લઇ લડો. આ એક દિવસ આપણો બનવાનો છે.
ભૂપેન્દ્રસિંહ ચૂડસમાનો જવાબ
આ સામે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે છોટુ વસાવા જે આજે કહે છે તે હું 2013થી કહેતો આવ્યો છું. આદિવાસી વિસ્તારની પછાત નહીં પરંતુ વિક્સીત વિસ્તાર તરીકે ઓળખ બને તે અમારો પ્રયાસ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.