કોરોનાવાયરસથી મહારાષ્ટ્રમાં પહેલું મોત થયું છે ત્યારે ત્યાંની સરકારે જરૂરી પગલાઓ લેવાનું શરૂ કરી દીધું છે. મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ટ્રેન અને બસો આવશ્યક સેવાઓ છે, તેથી અમે તેમને હમણાં રોકી રહ્યા નથી પરંતુ જો લોકો અમારી સલાહ સાંભળે તો બિનજરૂરી મુસાફરીને તેઓ ટાળે. શિર્ડી ખાતેના સાંઈ મંદિરના દરવાજા બંધ કરવામાં આવ્યા છે. ઉત્તરા ખંડ સરકારે કોરોના વાયરસને રોગચાળો જાહેર કર્યો છે. મેડિકલ સ્ટોર્સને સલાહ આપવામાં આવી છે કે તબીબી પ્રિસ્ક્રિપ્શન વિના શરદી-ખાંસીથી પીડાતા વ્યક્તિને દવાઓ વેચવી નહીં. માસ્ક અને હેન્ડ સેનિટાઇઝર્સને એમઆરપી પર વેચવાની સૂચના આપવામાં આવી છે.
મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ટ્રેન અને બસો આવશ્યક સેવાઓ છે, તેથી અમે તેમને હમણાં રોકી રહ્યા નથી પરંતુ જો લોકો અમારી સલાહ સાંભળે તો બિનજરૂરી મુસાફરીને ટાળો. આપણે આ વિશે આગળ પણ વિચાર કરીશું. આગળના 15-20 દિવસ આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો કડક પગલા લેવામાં આવશે.
આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, આજદિન સુધીમાં કુલ 137 કેસ નોંધાયા છે. તેની સાથે સંપર્કમાં આવેલા 5,700 થી વધુ લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. આ 14 લોકોમાંથી સાજા થયા છે, 3 લોકોનાં મોત નીપજ્યાં છે. દિલ્હીના ચાવલામાં આઈટીબીપી (ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ) કેમ્પમાં બે લોકોને ખાસ સર્વેલન્સ હેઠળ રાખવામાં આવ્યા છે, તેઓના કોરોના વાયરસ માટેનું પરીક્ષણ સકારાત્મક છે. તેને સફદરજંગ હોસ્પિટલમાં રિફર કરાયા છે. પંજાબ સરકારે કોરોના વાયરસના ભયને ધ્યાનમાં રાખીને 31 માર્ચ સુધીમાં તમામ મોલ્સ, શોપિંગ કોમ્પ્લેક્સ, સંગ્રહાલયો, ખેડૂત બજારો વગેરે બંધ રાખવાનો આદેશ આપ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.