આગામી 26 માર્ચે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઇ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ મહત્વનું નિવેદન

રાજ્યસભાની ચૂંટણીને લઇ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ મહત્વનું નિવેદન આપ્યું હતું. આગામી 26 માર્ચે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી યોજાનારી છે. જેને લઇને રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યાં છે. ત્યારે રાજ્યસભાની ચૂંટણીમાં આ વખતે ખરાખરીનો જંગ જામે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. વિધાનસભાના હાલના સંખ્યાબળને જોતા આ ચૂંટણીમાં ભાજપ એક વધારાની બેઠક ગુમાવી શકે છે, જેથી આ બેઠક જાળવી રાખવા ભાજપ સતત વ્યૂહરચના બદલી રહ્યો છે.

રાજ્યસભાની ચૂંટણી અંગે જીતુ વાઘાણીનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, અમે રાજ્યસભાની ચૂંટણી માટે 3 ઉમેદવારો મેદાને ઉતારી દીધા છે. આજે તેઓ પોતાની ઉમેદવારી નોધાવશે, ત્યારે ભાજપને જેટલા મતની જરૂર છે તેના કરતા વધુ મત મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

જીતુ વાઘાણીએ દાવા સાથે જણાવ્યું હતું કે, તમે જોતા રહો, બધું ગોઠવાઈ જશે. ત્રણેય ઉમેદવારોની જીત નિશ્ચિત છે. અમને જ નહીં કોંગ્રેસમાં શું ચાલે છે તે વાતની જાણ સૌને ખબર જ છે. ત્રણેય ઉમેદવારોને જીતુ વાઘાણીએ શુભકામના પાઠવી હતી અને ત્રણેય ઉમેદવારોને જીતાડીને રાજ્યસભામાં મોકલવાની વાત કરી હતી. જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ વિજયશ્રીને વરેલી પાર્ટી છે એટલે ભાજપનો જ વિજય થશે. રાજ્યસભાની બેઠકો અમારી પાસે છે. સમયની રાહ જૂઓ જીત અમારી જ થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.