અમદાવાદમાં મે મહિનામાં કમસેકમ એકવાર મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રીએ પાર જવાનો ક્રમ આ વર્ષે પણ યથાવત્ રહ્યો છે. જેમાં ૨૦ મે ૨૦૧૬ના ૪૮ ડિગ્રી સાથે ઓલટાઇમ હાઇએસ્ટ ગરમી નોંધાઇ હતી.
આજે ૪૩.૧ ડિગ્રી સાથે અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૧.૭ ડિગ્રીનો વધારો થયો હતો. હવામાન વિભાગના મતે આગામી ૩ દિવસ દરમિયાન અમદાવાદમાં ૪૩ ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાનનો પારો રહી શકે છે.
દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશથી કર્ણાટકમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઉત્તર અરેબિયન સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનથી ગુજરાતના અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો આવી શકે છે. જેના ભાગરૃપે સોમવારે બનાસકાંઠા-સાબરકાંઠા-અરવલ્લી-ડાંગ-તાપી-વલસાડ-જુનાગઢ-અમરેલી-કચ્છ, મંગળવારે ડાંગ-તાપી-વલસાડ-જુનાગઢ-અમરેલી-કચ્છ જ્યારે શુક્રવારે બનાસકાંઠા-સાબરકાંઠામાં ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
અમદાવાદ ઉપરાંત ૮ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો ૪૧ ડિગ્રીને પાર થયો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચમાંથી ત્રણ દિવસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.